INDvsAUS: ભારતના કંગાળ પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટથી જીતી એડિલેડ ટેસ્ટ, 1-0 થી આગળ

|

Jan 16, 2021 | 2:47 PM

ઓસ્ટ્રેલીયા ક્રિકેટ ટીમે એડિલેડ ટેસ્ટને જીતી લેવામાં સફળતા હાંસલ કરી લીધી છે. ચાર મેચને ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ભારતે શરમજનક રીતે ગુમાવી છે. એડિલેડ ટેસ્ટને ઓસ્ટ્રેલીયા આઠ વિકેટ થી જીતી લીધી હતી. મેચના ત્રીજા દિવસે ભારતે 36 રન પર જ તેની ઇનીંગ સમેટી લીધી હતી. અંતમાં મહંમદ શામી ઇજાગ્રસ્ત થતા ભારતે આખરે પારી ઘોષિત કરવા […]

INDvsAUS: ભારતના કંગાળ પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટથી જીતી એડિલેડ ટેસ્ટ, 1-0 થી આગળ

Follow us on

ઓસ્ટ્રેલીયા ક્રિકેટ ટીમે એડિલેડ ટેસ્ટને જીતી લેવામાં સફળતા હાંસલ કરી લીધી છે. ચાર મેચને ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ભારતે શરમજનક રીતે ગુમાવી છે. એડિલેડ ટેસ્ટને ઓસ્ટ્રેલીયા આઠ વિકેટ થી જીતી લીધી હતી. મેચના ત્રીજા દિવસે ભારતે 36 રન પર જ તેની ઇનીંગ સમેટી લીધી હતી. અંતમાં મહંમદ શામી ઇજાગ્રસ્ત થતા ભારતે આખરે પારી ઘોષિત કરવા માટે મજબૂર થવુ પડ્યુ હતુ. ભારતીય ટીમ તરફ થી સૌથી વધુ રન મયંક અગ્રવાલે 9 અને હનુમા વિહારીએ 8 રન કર્યા હતા.


ઓસ્ટ્રેલીયા સામે આમ તો બીજો દિવસ સફળ નવડતા મેચમાં પલડુ ભારે રહેવાની અપેક્ષા હતી. પરંતુ તેના વિપરીત ભારતીય બેટ્સમેનો પત્તાના મહેલની માફક જ ધરાશયી થઇ ગયા હતા. બીજા દિવસે ભારતીય બોલરોએ મેચમાં આશા ઉભી કરી હતી. જેને ભારતીય બેટ્સમેનોએ સરળતા થી પાણી ફેરવી દીધુ હતુ. લીડ સાથે આજે સવારે રમતને આગળ વધારી રહેલી ભારતીય ટીમ માત્ર 36 રજ જ જોડી શક્યુ હતુ. આ સ્કોર ભારતીય ટેસ્ટ ઇતિહાસનો ન્યૂનત્તમ સ્કોર છે. સાથે જ પિંક બોલ ટેસ્ટના ઇતીહાસનુ સૌથી ખરાબ પ્રદર્શન તરીકે પણ અંકાઇ ચૂક્યુ છે. ડે-નાઇટ ટેસ્ટ મેચમાં કોઇ પણ ટીમે આટલુ ખરાબ પ્રદર્શન કર્યુ નથી. અગાઉ ભારતીય ટીમ 1974 માં ઇંગ્લેડ સામે લોર્ડસમાં 42 રનમાં ઓલઆઉટ થઇ હતી. આજે કોઇ પણ બેટ્સમેન બે આંકડે પહોંચી શક્યો નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઓસ્ટ્રેલીયાની ટીમ તરફ થી હેઝલવુડ 5 વિકેટ ઝડપી હતી. જ્યારે પેટ કમિન્સે 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં ઓસ્ટ્ર્લીયાએ બે વિકેટ ગુમાવીને જીતનુ લક્ષ્ય પાર પાડ્યુ હતુ. ઓપનર મેથ્યુ વાડે 33 રને રન આઉટ થયો હતો જ્યારે જો બર્નસ એ અણનમ 51 રન કર્યા હતા. લાબુનેશ 6 રન કરીને અશ્વિનનો શિકાર બન્યો હતો.

Published On - 2:54 pm, Sat, 19 December 20

Next Article