બ્રેકિંગ ન્યૂઝ : દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અમદાવાદના આ પ્લેયરે કાઢ્યું કાઠુ
ભારતીય ક્રિકેટ ટીમને ડિસેમ્બરના અંતમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર 2 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે પસંદગીકારોએ આજે ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્મા આ ટીમની કેપ્ટનશિપની જવાબદારી સંભાળશે, જ્યારે કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં પરત ફર્યા છે.
ભારતીય ટીમ 10 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે 3 મેચની T20 શ્રેણી રમવા માટે મેદાનમાં ઉતરશે, ત્યારબાદ બંને ટીમો વચ્ચે સમાન સંખ્યાની મેચોની વનડે શ્રેણી પણ રમાશે. છેલ્લે, આ પ્રવાસ પર બંને ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી આવૃત્તિની આ ભારતીય ટીમની બીજી શ્રેણી હશે, આ પહેલા ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમી હતી, જેમાં તેણે 1-0થી જીત મેળવી હતી. આ સિરીઝ માટે જાહેર કરાયેલી ટીમમાં રોહિત શર્મા કેપ્ટનશિપની જવાબદારી સંભાળતો જોવા મળશે, જ્યારે ટીમ લાંબા સમય બાદ કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની વાપસી સામે આવી છે.
મોહમ્મદ શમીની ફિટનેસના આધારે લેવામાં આવશે નિર્ણય
પાંચ અગ્રણી ઝડપી બોલરોને દક્ષિણ આફ્રિકા સામે જાહેર કરવામાં આવેલી 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં સ્થાન મળ્યું છે, જેમાં વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર મોહમ્મદ શમીની ફિટનેસના આધારે નિર્ણય લેવામાં આવશે. બીસીસીઆઈએ આ માહિતી આપી છે.કહેવામાં આવે છે કે તે મેડિકલ ટ્રીટમેન્ટ લેશે, ત્યારબાદ જ તેના રમવા અંગે નિર્ણય લેવામાં આવશે.
ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે 26 થી 30 ડિસેમ્બર દરમિયાન સેન્ચુરિયન મેદાન પર શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમવાની છે, જ્યારે બીજી અને છેલ્લી ટેસ્ટ કેપટાઉન મેદાન પર 3 થી 7 જાન્યુઆરી દરમિયાન રમાશે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાએ શમી ઉપરાંત સિરાજ, બુમરાહ, મુકેશ કુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણના રૂપમાં વધુ ચાર ઝડપી બોલરોને સામેલ કર્યા છે.
India’s squad for 2 Tests: Rohit Sharma (C), Shubman Gill, Yashasvi Jaiswal, Virat Kohli, Shreyas Iyer, Ruturaj Gaikwad, Ishan Kishan (wk), KL Rahul (wk), Ravichandran Ashwin, Ravindra Jadeja, Shardul Thakur, Mohd. Siraj, Mukesh Kumar, Mohd. Shami*, Jasprit Bumrah (VC), Prasidh…
— BCCI (@BCCI) November 30, 2023
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ આ રહી
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રૂતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, શમી. , જસપ્રિત બુમરાહ (વાઈસ કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા.