ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રિત સિંહે મલેશીયાની ઇલી સાદિક સાથે લગ્ન કર્યા છે. મનપ્રિત જલંધરના મીઠાપુર ગામનો વતની છે . ભારતીય હોકી ટીમનો કેપ્ટન મનપ્રિત સિંહને ઇલીની સાથે પ્રથમ નજરે જ પ્રેમ થઇ ગયો હતો. વર્ષ 2012માં મલેશિયામાં યોજાયેલા સુલતાન જોહર કપ દરમ્યાન મનપ્રિત જૂનિયર ભારતીય હોકી ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા હતા. ઇલી આ મેચને જોવા માટે આવી હતી. તે સમય થી ઇલી મનપ્રિતની પ્રશંસક બની ગઇ હતી.
Right Side Manpreet Singh, Illi Saddique
બંને ની પહેલી વાર આંખો મળી ત્યાર થી જ બંને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. ત્યાર બાદ બંને વચ્ચે મુલાકાત થતી રહી હતી. જે મુલાકાતો ગાઢ પ્રેમમાં બદલાઇ ગઇ હતી. મનપ્રિતએ ઇલી સાથે લગ્નને લઇને તેમની માતાને વાત કરી હતી, જેમણે સંબંધને આગળ વધારવા હા ભણી હતી.
Right Side Manpreet Singh, Illi Saddique
મનપ્રિત સિંહએ બતાવ્યુ હતુ કે, લગ્ન કરીને તે ખુશ છે. નવ વર્ષ થી બંને એક બીજાને મળી રહ્યા હતા. નવ વર્ષના પ્રેમને લગ્નના બંધનમાં બાંધી લીધો હતો. આના થી વધારે કઇ વાત ખુશીની હોઇ શકે. લગ્ન પહેલા થી જ ઇલી હોકીને સપોર્ટ કરતી રહી હતી. લગ્ન બાદ પણ તે હોકીને સપોર્ટ કરશે. ઇલી હાલમાં તેમના ગામ મિઠાપુર સ્થિત ઘરમાં રહેશે. મનપ્રિતની માતા તેનો ખ્યાલ રાખશે. મનપ્રિતે બતાવ્યુ હતુ કે ઇલી અગર કોઇ બિઝનેશ કરવા માંગતી હોય તો તે કરી શકશે.
પોતાના વિશે વાત કરતા મનપ્રિત સિંહ કહ્યુ હતુ કે, હાલમા તે ઓલંપિંકની તૈયારીઓ કરી રહ્યો છે. ફિટનેશ લેવલ પર ધ્યાન આપી રહ્યો છે. તેમણે કહ્યુ કે ઓલંપિકમાં હિસ્સો લેવુ એ આસાન નથી હોતુ. અનેક મોટી ટીમો સાથે ટકરાવુ પડે છે. આ વખતે કોઇ પણ ટીમને હળવાશથી નહી લેવાય. ઓલપિંક પહેલા પણ હોકી ટુર્નામેન્ટ યોજાશે. જેમાં ખેલાડીઓની ફિટનેશની જાણકારી મળી રહેશે. હાલ તો ટીમ ડિફેન્સ અને એટેકિંગ પર વધારે ફોકસ કરી રહી છે. આશા છે કે ઓલંપિકમાં પણ ખૂબ સારુ પ્રદર્શન ટીમ કરે અને ગોલ્ડ મેડલ મેળવી શકે.