વડોદરામાં જિંદગી સામે જંગ લડી રહેલા પૂર્વ ભારતીય ક્રિકેટરની વ્હારે આવ્યા BCCI અને દિગ્ગજ ભારતીય ક્રિકેટર્સ, હોસ્પિટલમાં જમા કરાવ્યા આટલા લાખ VIDEO
પૂર્વ ભારતીય ક્રિકેટર જેકોબ માર્ટિનની હાલત હાલ નાજુક છે અને તેને વડોદરાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સૂત્રો પ્રમાણે, માર્ટિનની સારવારમાં દરરોજ 70 હજારનો ખર્ચ થઈ રહ્યો છે અને હવે તેના પરિવારજનોને ઈલાજ માટે સખત પૈસાની જરૂર છે. 46 વર્ષીય માર્ટિન ભારત માટે 10 વન ડે રમી ચૂક્યા છે. 28 ડિસેમ્બરે સ્કૂટર પર તેઓ […]

પૂર્વ ભારતીય ક્રિકેટર જેકોબ માર્ટિનની હાલત હાલ નાજુક છે અને તેને વડોદરાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સૂત્રો પ્રમાણે, માર્ટિનની સારવારમાં દરરોજ 70 હજારનો ખર્ચ થઈ રહ્યો છે અને હવે તેના પરિવારજનોને ઈલાજ માટે સખત પૈસાની જરૂર છે.
46 વર્ષીય માર્ટિન ભારત માટે 10 વન ડે રમી ચૂક્યા છે. 28 ડિસેમ્બરે સ્કૂટર પર તેઓ સવાર હતા ત્યારે તેમનો એક્સિડન્ટ થયો અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા. અને ત્યારથી જ તેઓ વેન્ટિલેટર પર છે.
માર્ટિનના પત્નીએ હાલમાં જ BCCIને મદદ માટે વિનંતી કરી હતી જેથી તેમની સારવારનો ખર્ચ ઓછો કરી શકાય. તેમનો પરિવાર અત્યાર સુધી રૂપિયા 5 લાખ ખર્ચ કરી ચૂક્યો છે.
જાણકારી મળતાં તરત જ BCCI બેનેવોલેંટ સ્કિમ અંતર્ગત 5 લાખ રૂપિયાની મદદ કરી. વડોદરા ક્રિકેટ સંઘે પણ તેમને 3 લાખ રૂપિયાની મદદ કરી છે.
જુઓ VIDEO:
આ અંગે પૂર્વ BCCI અધિકારી અને વડોદરા ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સંજય પટેલે કહ્યું,
“જેમ મને એક્સિડન્ટ વિશે માલૂમ પડ્યું મેં જેકોબના પરિવાર સાથે વાત કરી અને શક્ય હોય તેટલી મદદ કરવાનો પ્રયાસ કર્યો. મેં કેટલાક લોકો સાથે વાતચીત કરી જેમાં વડોદરાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડે 1 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. તે ઉપરાંત, અન્ય 5 લાખ રૂપિયા પણ જમા થયા.”
તેમણે વધુમાં જણાવ્યું,
“હોસ્પિટલનું બિલ પહેલેથી જ 11 લાખ રૂપિયા ઉપર જતું રહ્યું છે. એટલે સુધી કે એક વખત તો હોસ્પિટલે દવાઓ આપવાની પણ બંધ કરી દીધી હતી.”
જોકે BCCIએ ત્યારબાદ પૈસા જમા કરાવ્યા અને સારવાર થતી અટકી નહીં. મહત્ત્વની વાત છે કે તેમની જ કેપ્ટનસીમાં જ વડોદરાની ટીમે રણજી ટ્રોફી જીતી હતી.
તેમણે કહ્યું કે પહેલાજ તેઓ રાજ્યના પૂર્વ ખેલાડી જહીર ખાન અને પઠાણ બંધુઓ સાથે વાત કરી ચૂક્યા છે અને તેઓ નાણાંકીય મદદ કરવા તૈયાર છે.
જુઓ VIDEO:
સાથે જ જેકોબની મદદે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ આગળ આવ્યા છે. તેમણે પણ જેકોબની સારવાર માટે આર્થિક મદદ કરવાની તૈયારી બતાવી છે. માત્ર સૌરવ ગાંગુલી જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના હાલના કેપ્ટન વિરાટ કોહલીએ પણ જેકોબના પરિવારને આર્થિક મદદ કરવાની તૈયારી બતાવી છે. પરંતુ આ મદદ કેવી રીતે, કેટલી અને ક્યાં સુધી જેકોબના પરિવાર સુધી પહોંચશે તે બાબતે વધુ વિગતો બહાર નથી આવી.
[yop_poll id=729]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]