ભારતીય બેડમીન્ટનસ્ટાર જવાલા ગુટ્ટાએ પોતાના જન્મદિવસ પર દક્ષીણના ફીલ્મ સ્ટાર સાથે કરી સગાઈ

|

Sep 08, 2020 | 3:50 AM

ભારતની સ્ટાર મહિલા બેડમિંટન ખેલાડી જ્વાલા ગુટ્ટાએ સોમવારે તેના જન્મદિવસને ખાસ બનાવી દીધો હતો. કારણ કે આ દીવસે તેણે તેના માટે જીવનસાથીની પસંદગી કરી લીધી છે.  37 વર્ષીય બેટમિંટન ખેલાડી જ્વાલાએ સોમવારે સાઉથના સ્ટાર અને પોતાના નજીકના મિત્ર વિષ્ણુ વિશાલ સાથે સગાઈ કરી લીધી હોવાની જાહેરાત કરી છે. જ્વાલા અને વિષ્ણુ બંનેના સંબંધની ચર્ચા લાંબા […]

ભારતીય બેડમીન્ટનસ્ટાર જવાલા ગુટ્ટાએ પોતાના જન્મદિવસ પર દક્ષીણના ફીલ્મ સ્ટાર સાથે કરી સગાઈ

Follow us on

ભારતની સ્ટાર મહિલા બેડમિંટન ખેલાડી જ્વાલા ગુટ્ટાએ સોમવારે તેના જન્મદિવસને ખાસ બનાવી દીધો હતો. કારણ કે આ દીવસે તેણે તેના માટે જીવનસાથીની પસંદગી કરી લીધી છે.  37 વર્ષીય બેટમિંટન ખેલાડી જ્વાલાએ સોમવારે સાઉથના સ્ટાર અને પોતાના નજીકના મિત્ર વિષ્ણુ વિશાલ સાથે સગાઈ કરી લીધી હોવાની જાહેરાત કરી છે. જ્વાલા અને વિષ્ણુ બંનેના સંબંધની ચર્ચા લાંબા સમયથી મીડિયામાં ચીલી રહી હતી. જોકે આખરે તેણે આ સંબંધોને તેના જન્મદિવસ પર સગાઈ બંધન માં ફેરવવાનું નક્કી કરી દીધુ અને તેમના સંબંધો વિશે ચાલી રહેલી બધી જ અટકળોનો અંત લાવી દીધો છે.

બેડમિન્ટન ખેલાડી જ્વાલાનો 37 મો જન્મદિવસ તેના માટે અતિ વિશેષ હતો, જેણે તેના દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર અને પોતાના બોયફ્રેન્ડ વિષ્ણુ વિશાલને સગાઈની વીંટી પહેરાવીને યાદગાર બનાવી હતી. જ્વાલાએ વર્ષની શરૂઆતમાં જ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા વિશાલ સાથેના તેના સંબંધોની જાણકારી આપી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જ્વાલાએ તેની સગાઈના સારા સમાચાર ચાહકો સાથે ટ્વીટરના માઘ્યમથી શેર કર્યા. આટલું જ નહીં વિષ્ણુ વિશાલે પણ સગાઈના ફોટા સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પર શેર કર્યા અને લખ્યું કે, હેપ્પી બર્થડે જ્વાલા, નવા જીવનની શરૂઆતને આવો સકારાત્મક થઇને આપણાં, આર્યન, આપણાં પરિવારો, મિત્રો અને આસપાસના લોકો માટે વધુ સારા ભવિષ્યની દિશામાં કામ કરીએ. તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે. ”

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article