ભારતે શમીની હેટ્રિકની મદદથી અફગાનિસ્તાનને હરાવીને વિશ્વ કપમાં આ રેકોર્ડ પોતાને નામ કર્યો

|

Jun 23, 2019 | 5:42 AM

સાઉથેમ્ટનમાં રમાયેલી વિશ્વ કપની રોમાંચક મેચમાં વિરાટ સેનાએ અફગાનિસ્તાનને 11 રનથી હરાવ્યું છે. તે પહેલા ભારતે આ વિશ્વ કપમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની સામે પણ જીત મેળવી છે. અફગાનિસ્તાનની સામે ભારતને જીત મેળવવા માટે ખુબ મહેનત કરવી પડી હતી પણ છેલ્લે શમીની હેટ્રિક અને બુમરાહની બોલિંગથી ભારતીય ટીમે જીત મેળવી હતી. આ વિશ્વ કપમાં […]

ભારતે શમીની હેટ્રિકની મદદથી અફગાનિસ્તાનને હરાવીને વિશ્વ કપમાં આ રેકોર્ડ પોતાને નામ કર્યો

Follow us on

સાઉથેમ્ટનમાં રમાયેલી વિશ્વ કપની રોમાંચક મેચમાં વિરાટ સેનાએ અફગાનિસ્તાનને 11 રનથી હરાવ્યું છે. તે પહેલા ભારતે આ વિશ્વ કપમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની સામે પણ જીત મેળવી છે. અફગાનિસ્તાનની સામે ભારતને જીત મેળવવા માટે ખુબ મહેનત કરવી પડી હતી પણ છેલ્લે શમીની હેટ્રિક અને બુમરાહની બોલિંગથી ભારતીય ટીમે જીત મેળવી હતી.

આ વિશ્વ કપમાં ભારતની આ 5 મેચમાંથી ચોથી જીત છે, જ્યારે એક મેચ વરસાદને લીધે રદ થઈ હતી. અફગાનિસ્તાનની સામે જીત મેળવીને ભારતે વિશ્વ કપમાં એક ખાસ સિદ્ધિ મેળવી છે. ભારતે અફગાનિસ્તાનને હરાવીને વિશ્વ કપમાં જીતની અડધી સદી પુરી કરી લીધી છે. ભારતીય ટીમે વિશ્વ કપમાં 1975-2019 દરમિયાન અત્યાર સુધી 79 મેચમાંથી 50 મેચમાં જીત મેળવી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતીય ટીમ વિશ્વ કપ 50 મેચ જીત મેળવનારી ત્રીજી ટીમ છે. ઓસ્ટ્રેલિયાએ વિશ્વ કપમાં અત્યાર સુધી 67 મેચ અને ન્યૂઝીલેન્ડે 52 મેચમાં જીત મેળવી છે. ભારતીય ટીમ આ વિશ્વ કપમાં અત્યાર સુધી અજય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વિશ્વ કપમાં(1975-2019) અત્યાર સુધી કઈ ટીમે કેટલી મેચમાં જીત મેળવી

ટીમ મેચ જીત હાર ટાઈ પરિણામ ના આવ્યુ
ઓસ્ટ્રેલિયા 90 67 21 1 1
ન્યૂઝીલેન્ડ 83 52 30 0 1
ભારત 79 50 27 1 1
ઈંગ્લેન્ડ 78 45 31 1 1
વેસ્ટ ઈન્ડિઝ 76 42 32 0 2
પાકિસ્તાન 75 41 32 0 2
શ્રીલંકા 77 37 37 1 1
દ.આફ્રિકા 61 36 22 2 1
બાંગ્લાદેશ 37 13 23 0 1
ઝિમ્બાબ્વે 57 11 42 1 3

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article