IND vs WI : વિરાટ કોહલીએ 0 રન પર આઉટ થઈને પણ બનાવી દીધો આ રેકોર્ડ!
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે મેચ ચાલી રહ્યો છે. આ મેચમાં રોહિત શર્માએ પણ ઘણાં વિક્રમ સ્થાપિત કર્યા છે. જો કે બુધવારના રોજ વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝની સામે બેટિંગ કરવા માટે ઉતર્યા ત્યારે 0 રન પર પેવેલિયનમાં પરત જવાનો વારો આવ્યો હતો. Web Stories View more જાણો કોણ છે કિંગ ખાનના દીકરાની રુમર્ડ ગર્લફ્રેન્ડ, […]
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે મેચ ચાલી રહ્યો છે. આ મેચમાં રોહિત શર્માએ પણ ઘણાં વિક્રમ સ્થાપિત કર્યા છે. જો કે બુધવારના રોજ વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝની સામે બેટિંગ કરવા માટે ઉતર્યા ત્યારે 0 રન પર પેવેલિયનમાં પરત જવાનો વારો આવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : રોહિત શર્માએ રચી દીધો વિક્રમ, કેપ્ટન કોહલીને પણ રાખી દીધા પાછળ
ઝીરો રન પર આઉટ છતાં વિશ્વ રેકોર્ડ? હા આ વાત સાચી છે, વિરાટ કોહલી ભારતના 8માં અને દુનિયાના 33માં એવા ખેલાડી બની ગયા છે જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 મેચ રમી હોય. ભારતના અન્ય ખેલાડીઓની વાત કરીએ તો સચિન તેંડુલકરે 664, ધોનીએ 538, રાહુલ દ્વવિડે 509, મોહમ્મદ અજહરુદીને 433, સૌરવ ગાંગુલીએ 424, અનિલ કુંબલેએ 403 તો યુવરાજસિંહે 402 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી છે.
કોહલીએ ક્યા ફોર્મેટ કેટલા મેચ રમ્યા?
જો કોહલીની વાત કરીએ તો તેઓએ અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 241 વનડે, 84 ટેસ્ટ મેચ અને 75 ટી-20 મેચ રમ્યા છે. આમ ભલે વેસ્ટ ઈન્ડિઝની સામે કોહલીએ 0 રનમાં પરત જવાનો વારો આવ્યો હોય પણ આ નવો કિર્તીમાન તેમના નામ સ્થપાઈ ગયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]