આજે ભારતની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકાની સામે, ઈંગ્લેન્ડમાં 20 વર્ષથી દક્ષિણ આફ્રિકાની સામે નથી હારી ભારતીય ટીમ

|

Jun 05, 2019 | 4:30 AM

ભારતીય ટીમ વિશ્વ કપમાં તેમના અભિયાનની શરૂઆત આજથી દક્ષિણ આફ્રિકાની સામે મેચ રમીને કરશે. આ મેચ સાઉથેમ્પટનના રોજ બાઉલ સ્ટેડિયમ પર રમાશે. ઈંગ્લેન્ડના મેદાન પર બંને ટીમોની વચ્ચે આ 4થી વન-ડે રમાશે, આની પહેલા રમાયેલી 3 વન-ડેમાંથી 2 મેચમાં ભારતીય ટીમ જીત્યું છે. ઈંગ્લેન્ડના મેદાન પર દક્ષિણ આફ્રિકાએ ભારતની સામે 15 મે 1999માં જીત મેળવી […]

આજે ભારતની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકાની સામે, ઈંગ્લેન્ડમાં 20 વર્ષથી દક્ષિણ આફ્રિકાની સામે નથી હારી ભારતીય ટીમ

Follow us on

ભારતીય ટીમ વિશ્વ કપમાં તેમના અભિયાનની શરૂઆત આજથી દક્ષિણ આફ્રિકાની સામે મેચ રમીને કરશે. આ મેચ સાઉથેમ્પટનના રોજ બાઉલ સ્ટેડિયમ પર રમાશે. ઈંગ્લેન્ડના મેદાન પર બંને ટીમોની વચ્ચે આ 4થી વન-ડે રમાશે, આની પહેલા રમાયેલી 3 વન-ડેમાંથી 2 મેચમાં ભારતીય ટીમ જીત્યું છે.

ઈંગ્લેન્ડના મેદાન પર દક્ષિણ આફ્રિકાએ ભારતની સામે 15 મે 1999માં જીત મેળવી હતી. આ મેચમાં ભારતને 16 રનથી હરાવ્યું હતુ. ત્યાર પછીની બંને મેચમાં ભારતીય ટીમ જીતી છે. 2012 પછી ભારતે દક્ષિણ આફ્રિકાને ICCના 5 અલગ-અલગ ઈવેન્ટમાં હરાવ્યું છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

TV9 Gujarati

 

ભારતીય ટીમ અત્યાર સુધી 2 વખત વિશ્વ કપ જીતી ચૂક્યુ છે. જ્યારે એક વખત ફાઈનલ અને 3 વખત સેમીફાઈનલમાં રમ્યુ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા અત્યાર સુધી 4 વખત વિશ્વ કપના સેમીફાઈનલમાં પહોંચી છે પણ બધી જ મેચ હાર્યુ છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે નવા કાર્યો કરવાની મનમાં ઘડેલી યોજના આજે ૫ડશે પાર

તમામ રેકોર્ડની વાત કરવામાં આવે તો બંને ટીમોની વચ્ચે અત્યાર સુધી 83 વન-ડે રમવામાં આવી છે. જેમાંથી ભારતે 34 મેચ અને દક્ષિણ આફ્રિકા 46 મેચ જીત્યુ છે. જ્યારે 3 મેચનું પરીણામ આવ્યું નથી. છેલ્લી 10 વન-ડેમાં ભારતીય ટીમે 7 મેચમાં જીત મેળવી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article