IND vs NZ T-20: ન્યૂઝીલેન્ડને વ્હાઈટવોશ કરી 5-0થી સીરીઝ જીતવા પર ભારતીય ટીમની નજર રહેશે

|

Feb 02, 2020 | 5:01 AM

ન્યૂઝીલેન્ડની સામે આજે પાંચમી અને સીરીઝની છેલ્લી ટી-20 મેચ રમાશે. આ મેચ માઉન્ટ માઉન્ગાનુઈના બે ઓવલ મેદાન પર રમાશે. ભારતીય ટીમ આ સીરીઝમાં 4 મેચ જીતી ચૂકી છે. રસપ્રદ વાત એ છે કે આ ચાર મેચમાંથી છેલ્લી 2 મેચ ભારતીય ટીમે સુપર ઓવરમાં જીતી છે. ત્યારબાદ ભારતીય ટીમની નજર હવે ન્યૂઝીલેન્ડમાં વ્હાઈટવોશ કરી એક નવો […]

IND vs NZ T-20: ન્યૂઝીલેન્ડને વ્હાઈટવોશ કરી 5-0થી સીરીઝ જીતવા પર ભારતીય ટીમની નજર રહેશે

Follow us on

ન્યૂઝીલેન્ડની સામે આજે પાંચમી અને સીરીઝની છેલ્લી ટી-20 મેચ રમાશે. આ મેચ માઉન્ટ માઉન્ગાનુઈના બે ઓવલ મેદાન પર રમાશે. ભારતીય ટીમ આ સીરીઝમાં 4 મેચ જીતી ચૂકી છે. રસપ્રદ વાત એ છે કે આ ચાર મેચમાંથી છેલ્લી 2 મેચ ભારતીય ટીમે સુપર ઓવરમાં જીતી છે. ત્યારબાદ ભારતીય ટીમની નજર હવે ન્યૂઝીલેન્ડમાં વ્હાઈટવોશ કરી એક નવો ઈતિહાસ રચવા પર છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ચોથી ટી-20 મેચમાં અણનમ અડધી સદી ફટકારનારા ખેલાડી મનીષ પાંડેએ કહ્યું કે ટીમ હવે છેલ્લા બોલ સુધી હાર નથી માનતી અને જો ટીમ આ રીતે તાલમેલથી રમવાનું ચાલુ રાખશે તો ન્યૂઝીલેન્ડની સામે અમે 5-0થી સીરીઝ પર કબ્જો કરીશું. ત્યારે ICC ટી-20 રેન્કિંગમાં ભારતીય ટીમ વ્હાઈટવોશ કરશે તો ટીમ 261 રેટિંગ પોઈન્ટ પર પહોંચી જશે. નંબર 4 પર દક્ષિણ આફ્રિકા અને ભારતીય ટીમની વચ્ચે માત્ર એક અંકનો ફરક રહી જશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતીય ટીમ માટે સૌથી વધારે ખુશીની વાત એ છે કે અત્યાર સુધી મળેલી 4 જીતમાં જીતના ખેલાડીઓ અલગ અલગ રહ્યા છે. આ ત્યારે સંભવ છે કે જ્યારે ખેલાડી પોતાની જવાબદારીને સમજે અને પોતાના રોલને સારી રીતે નિભાવે. આ સીરીઝમાં એ જોવા મળ્યું છે. પ્રથમ મેચમાં શ્રેયસ ઐયર જીતના હિરો બન્યા હતા, ત્યારબાદ બીજી મેચમાં જીત અપાવવાની જવાબદારી કે.એલ.રાહુલે લીધી. ત્રીજી મેચમાં રોહિત શર્મા અને ચોથી મેચમાં શાર્દુલ ઠાકુર જીતના નાયક રહ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં સારા કવરેજ માટે 8 સ્થાનિક પત્રકારોને કલેકટર દ્વારા લાંચ આપવાનો પ્રયાસ

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article