IND vs NZ: ન્યૂઝીલેન્ડથી ઈંગ્લેન્ડ અને ભારત સુધી ટીમ ઈન્ડિયાની પાછળ પડ્યો આ ખેલાડી, કાનપુરમાં પણ બન્યો આફત

|

Nov 25, 2021 | 5:50 PM

મેચ પછીની પહેલી જ ઓવરમાં, જેમીસનનો જબરદસ્ત સ્વિંગ ગિલના બેટની અંદરની કિનારી લઈને સીધી સ્ટમ્પ પર લાગ્યો. જેમીસનની આ બે વિકેટ જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ હતો કે આ મેચ ભારતમાં રમાઈ રહી છે.

IND vs NZ: ન્યૂઝીલેન્ડથી ઈંગ્લેન્ડ અને ભારત સુધી ટીમ ઈન્ડિયાની પાછળ પડ્યો આ ખેલાડી, કાનપુરમાં પણ બન્યો આફત
IND vs NZ (Photo: PTI)

Follow us on

વેલિંગ્ટનથી ક્રાઈસ્ટચર્ચ..ત્યાંથી સાઉધમ્પ્ટન અને હવે કાનપુર(Kanpur). છેલ્લા લગભગ બે વર્ષમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે (India vs New Zealand) ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ચાર ટેસ્ટ મેચો વિશ્વના ત્રણ અલગ-અલગ ભાગોમાં રમાઈ છે, પરંતુ આ ચારમાં એક કહાનીનું વારંવાર પુનરાવર્તન થયું છે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર કાઈલ જેમીસ((Kyle Jamieson))ને ભારતીય બેટ્સમેનો પર કહેર મચાવી દીધી.

વેલિંગ્ટનમાં ફેબ્રુઆરી 2020માં ટીમ ઈન્ડિયા સામે ડેબ્યૂથી જ આક્રમક ઉંચા કદના આ બોલરે કાનપુર સુધી પોતાનો જલવો બતાવ્યો છે. કાનપુરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં, જેમીસને સારી બોલિંગ કરીને ટીમ ઈન્ડિયાને શરૂઆતમાં આંચકો આપ્યો હતો અને ભારત સામે તેના મજબૂત રેકોર્ડમાં વધુ સુધારો કર્યો હતો.

ભારત અને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ 25 નવેમ્બર, ગુરુવારથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમ(Green Park Stadium)માં મેચ શરૂ થઈ ચૂક્યો છે. જેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા અને કેએલ રાહુલની ગેરહાજરીમાં મયંક અગ્રવાલ અને શુભમન ગિલે ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગની જવાબદારી સંભાળી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

બંને પાસેથી મોટી અને સારી શરૂઆતની અપેક્ષા હતી, પરંતુ એવું થયું નહીં. ગ્રીન પાર્ક સ્ટેડિયમની પિચમાં ભારતના અન્ય મેદાનો કરતાં અલગ સ્વિંગ અને બાઉન્સ હતું, જેણે કિવી ઝડપી બોલરોને મદદ કરી. ખાસ કરીને 6 ફૂટ 8 ઇંચ ઉંચા કાયલ જેમીસનને.

જેમીસને ઓપનરોને આઉટ કર્યા

જેમીસને શરૂઆતથી જ ચુસ્ત લાઇન પર બોલિંગ કરી, કારણ કે તે ઝડપી બોલરો માટે સાનુકૂળ સ્થિતિમાં કરી રહ્યો છે અને તેના સારા પરિણામો પણ મળ્યા. ભારતીય ઇનિંગ્સની 8મી ઓવરમાં જેમિસને ઓફ-સ્ટમ્પની લાઇન પર મયંક અગ્રવાલને વિકેટકીપરના હાથે કેચ આઉટ કરીને પહેલો ઝટકો આપ્યો હતો. આ પછી, જ્યારે શુભમન ગિલે શાનદાર અડધી સદી ફટકારી અને ન્યૂઝીલેન્ડ વિકેટ શોધી રહ્યું હતું, ત્યારે જેમીસને ફરી એકવાર પોતાનું કમાલ બતાવ્યું.

લંચ પછીની પહેલી જ ઓવરમાં, જેમીસનનો જબરદસ્ત સ્વિંગ ગિલના બેટની અંદરની કિનારી લઈને સીધી સ્ટમ્પ પર લાગ્યો. જેમીસનની આ બે વિકેટ જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ હતો કે આ મેચ ભારતમાં રમાઈ રહી છે, જ્યાં વિશ્વના સૌથી મોટા ફાસ્ટ બોલરોને સંઘર્ષ કરવો પડ્યો છે.

ભારત સામે શાનદાર રેકોર્ડ

ભારત વિરૂદ્ધ જેમીસનનો આ કહેર તેમના ટેસ્ટ ડેબ્યુથી બરકરાર છે. જમણા હાથના ફાસ્ટબોલર વેલિંગ્ટનમાં ડેબ્યૂ મેચની પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. આ પછી તેણે ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. તે અહીં ન અટક્યો અને આ વર્ષે સાઉથમ્પટનમાં રમાયેલી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની પ્રથમ ઇનિંગ્સમાં 5 વિકેટ સહિત મેચમાં કુલ 7 વિકેટ લઈને ભારતની હારનું કારણ બની ગયો. આ રીતે જેમીસને ભારત સામે અત્યાર સુધી માત્ર 7 ઇનિંગ્સમાં 18 વિકેટ ઝડપી છે.

 

આ પણ વાંચો: વિવિધ પ્રકારે ઉપયોગમાં લેવાતા એલોવેરાની માગમાં થયો છે વધારો, જાણો તેની ખેતી વિશેની સંર્પૂણ માહિતી

આ પણ વાંચો: ખેડૂતોની આવક ચાર ગણી કરે છે પપૈયાના પાકમાં માત્ર આ પ્રોસેસ, જાણો કઈ રીતે

Published On - 5:30 pm, Thu, 25 November 21

Next Article