India squad for New Zealand Tests: ટીમ ઇન્ડિયાની જાહેરાત, અજિંક્ય રહાણે બન્યો કેપ્ટન, આ નવા ખેલાડીને મળી તક

|

Nov 12, 2021 | 12:43 PM

India vs New Zealand : BCCIએ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડને ભારતના પ્રવાસ પર બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. શ્રેણીની પ્રથમ મેચ 25 નવેમ્બરથી કાનપુરમાં રમાશે જ્યારે બીજી ટેસ્ટ મેચ 3 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે.

India squad for New Zealand Tests:  ટીમ ઇન્ડિયાની જાહેરાત, અજિંક્ય રહાણે બન્યો કેપ્ટન, આ નવા ખેલાડીને મળી તક
ajinkya rahane captain

Follow us on

India vs New Zealand : BCCIએ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી (Test series) માટે ભારતીય ટીમ (Indian team)ની જાહેરાત કરી દીધી છે. ટીમની કપ્તાની અજિંક્ય રહાણેને સોંપવામાં આવી છે. આ સાથે જ શ્રેયસ અય્યરને પણ ટીમમાં તક આપવામાં આવી છે. BCCIએ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે.

ટીમની કપ્તાની અજિંક્ય રહાણે (Ajinkya Rahana)ને સોંપવામાં આવી છે. આ સાથે જ શ્રેયસ અય્યરને પણ ટીમમાં તક આપવામાં આવી છે.ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી (Indian Test captain Virat Kohli)પ્રથમ ટેસ્ટમાં ભાગ લેશે નહીં, આ સ્થિતિમાં વાઇસ કેપ્ટન રહાણે ટીમની કમાન સંભાળશે. આ સાથે જ અનુભવી  બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને પ્રથમ ટેસ્ટ માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કોહલી ઉપરાંત રોહિત શર્માને આખી ટેસ્ટ શ્રેણી (Test series) માટે આરામ આપવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

 

 

ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ 2021 :  સમયપત્રક

  • 17 નવેમ્બર : પ્રથમ T20I, સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુર, સાંજે 7
  • 19 નવેમ્બર: બીજી T20I, ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સ, રાંચી, સાંજે 7
  • 21 નવેમ્બર : ત્રીજી T20I, ઈડન ગાર્ડન્સ, કોલકાતા, સાંજે 7
  • 25 નવેમ્બર – 29 નવેમ્બર: પહેલી ટેસ્ટ, ગ્રીન પાર્ક, કાનપુર, સવારે 09:30 am
  • 03 ડિસેમ્બર – 07 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ, 09:30 am

બીસીસીઆઈએ રોહિત શર્મા ઉપરાંત રિષભ પંત, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને શાર્દુલ ઠાકુરને પણ આરામ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શાનદાર રમત દેખાડનાર હનુમા વિહારીને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ઈજાના કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા શ્રેયસ અય્યર અને આઈપીએલના પ્રખ્યાત બોલર કૃષ્ણાને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં તક આપવામાં આવી છે.

ટીમઃ અજિંક્ય રહાણે (કેપ્ટન), ચેતેશ્વર પુજારા (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રિદ્ધિમાન સાહા, કેએસ ભરત, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર અશ્વિન, જયંત યાદવ, ઈશાંત શર્મા, યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિધ્ધ કૃષ્ણા.

 

આ પણ વાંચો : T20 World Cup 2021 : ઑસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલ હાર્યા બાદ પાકિસ્તાની ટીમનો હોશ ઉડ્યો, બાબર આઝમે ‘બાહુબલી’ની સ્ટાઈલમાં ભર્યો ઉત્સાહ, જુઓ VIDEO

આ પણ વાંચો : Mohammad Rizwan : 2 દિવસ ICUમાં રહ્યો, ત્રીજા દિવસે દેશ માટે મેદાનમાં લડ્યો અને T20Iમાં વર્ષ 2021નો ‘સિક્સર કિંગ’ બન્યો

Published On - 12:25 pm, Fri, 12 November 21

Next Article