India vs Bangladesh: ચેન્નાઈ ટેસ્ટ 4 દિવસની અંદર જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.હવે તેની નજર બીજી ટેસ્ટ પર છે. જે કાનપુરમાં રમાશે. આ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાએ સ્કવોડની જાહેરાત કરી દીધી છે. ચેન્નાઈ ટેસ્ટ જીત્યા બાદ બીસીસીઆઈએ સ્કવોડની જાહેરાત કરી છે. ચેન્નાઈમાં જીત મેળવનાર ટીમ પર જ સિલેક્શન કમેટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તમામ 16 ખેલાડીઓને ટીમમાં રાખ્યા છે. એટલે કે, અંદાજો લગાવી શકાય કે, બુમરાહને આગામી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવી શકે છે. કાન પુર ટેસ્ટ 27 સપ્ટેમબરથી શરુ થશે.
ચેપોક સ્ટેડિયમમાં રવિવાર 22 સપ્ટેમ્બરના સવારે ટીમ ઈન્ડિયાએ પહેલા સેશનમાં જ બાંગ્લાદેશને બીજી ઈનિગ્સમાં માત્ર 234 રન પર જ સમેટી લીધી હતી. અને આ મેચમાં 280 રનથી જીત મેળવી લીધી છે. આ જીતના થોડા કલાકો બાદ સિલેક્શન કમેટીએ કાનપુર ટેસ્ટ માટે સ્કવોડની જાહેરાત કરી છે અને કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે, શ્રેયસ અય્યર, મુકેશ કુમાર, ઈશાન કિશન જેવા ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં વાપસી માટે હજુ થોડી રાહ જોવી પડશે.
NEWS
India retain same squad for 2nd Test against Bangladesh.
More Details #TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBankhttps://t.co/2bLf4v0DRu
— BCCI (@BCCI) September 22, 2024
ભલે સ્કવોડમાં કોઈ ફેરફાર કર્યો નથી પરંતુ નજર એ વાત પર રહેશે કે, શું આગામી ટેસ્ટમાં પણ આ જ પ્લેઈગ ઈલેવન મેદાનમાં ઉતરશે. કે પછી કાંઈ ફેરફાર થશે. આ વાતની સંભાવના છે કે, બીજી ટેસ્ટમાં માત્ર 2 જ ફાસ્ટ બોલર મેદાનમાં ઉતારશે. મહત્વની વાત એ હશે કે, શું જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવશે. જો આવું થયું તો યશ દયાળને ડેબ્યુ કરવાની તક મળશે. એ જોવું પણ રસપ્રદ રહેશે.
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, યશસ્વી જ્યસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ,ધ્રુવ જુરેલ, સરફરાજ ખાન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને યશ દયાલ
Published On - 4:47 pm, Sun, 22 September 24