
London: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી લોર્ડ્સ ટેસ્ટમાં ચાર દિવસની રમત પૂર્ણ થઈ ગઈ છે. આ રોમાંચક મેચમાં, ભારતીય ટીમને છેલ્લા દિવસે જીતવા માટે 135 રનની જરૂર છે. જ્યારે ટીમ ઈન્ડિયા પાસે હજુ પણ 6 વિકેટ બાકી છે. મેચનો ચોથો દિવસ પૂરો થયા પછી, ભારતીય ટીમે 193 રનનો પીછો કરતી વખતે 58 રન બનાવી લીધા છે. હવે છેલ્લા દિવસે, લોર્ડ્સ પર ઇતિહાસ રચવા માટે, ભારતીય ટીમના બેટ્સમેનોએ આ નાના ટાર્ગેટને બહુ સંભાળીને ચેજ કરવો પડશે.
આ પહેલા, લોર્ડ્સ ટેસ્ટના ચોથા દિવસના ત્રીજા સત્રમાં, ઇંગ્લેન્ડની બીજી ઈનિંગ 192 રન પર સમેટાઈ ગઈ હતી. બીજા ઇનિંગમાં, ભારત માટે સૌથી સફળ બોલર વોશિંગ્ટન સુંદર રહ્યો હતો. સુંદરે 4 વિકેટ ખેડવી હતી. ટીમ ઇન્ડિયાને સીરીજ પર સરસાઈ મેળવવા માટે અને જીતવા માટે માત્ર 193 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
ઇંગ્લેન્ડે દિવસની શરૂઆત 2 રનથી કરી હતી, કોઈ પણ વિકેટ વગર પ્રથમ સત્રની શરૂઆતથી જ, ઇંગ્લેન્ડના બેટ્સમેન ભારતીય બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા. પ્રથમ સત્રમાં, ઇંગ્લેન્ડે તેના 4 ટોચના ક્રમના બેટ્સમેનોને માત્ર 98 રનના સ્કોર પર ગુમાવી દીધા. ટીમ માટે આ પરિસ્થિતિમાંથી બહાર આવવું મુશ્કેલ હતું, અને એવુ જ થયુ, ઈંગલેન્ડની ટીમ 192 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
Published On - 11:44 pm, Sun, 13 July 25