ભારત-ઓસ્ટ્રેલીયા વન ડે સિરીઝનો રોમાંચ ચરમસીમા પર, મેચની ટિકિટો મીનીટોમાં જ વેચાઈ ગઈ

|

Nov 20, 2020 | 10:57 PM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ક્રિકેટ સીરીઝની રાહ દુનિયાભરના ક્રિકેટ ચાહકો કરી રહ્યા છે. બંને ટીમોના વચ્ચેની ત્રણ વન ડે મેચોની સીરીઝ આગામી 27 નવેમ્બરથી શરુ થનારી છે, આમ હવે રાહ જોવાનો સમય ખતમ થવા પર ગણાઈ રહ્યો છે. 3 મેચોની વન ડે સીરીઝ પછી બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરીઝ અને ચાર મેચોની ટેસ્ટ […]

ભારત-ઓસ્ટ્રેલીયા વન ડે સિરીઝનો રોમાંચ ચરમસીમા પર, મેચની ટિકિટો મીનીટોમાં જ વેચાઈ ગઈ

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ક્રિકેટ સીરીઝની રાહ દુનિયાભરના ક્રિકેટ ચાહકો કરી રહ્યા છે. બંને ટીમોના વચ્ચેની ત્રણ વન ડે મેચોની સીરીઝ આગામી 27 નવેમ્બરથી શરુ થનારી છે, આમ હવે રાહ જોવાનો સમય ખતમ થવા પર ગણાઈ રહ્યો છે. 3 મેચોની વન ડે સીરીઝ પછી બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરીઝ અને ચાર મેચોની ટેસ્ટ સીરીઝ પણ રમાનારી છે. વિશ્વની બે મજબુત ટીમો વચ્ચે સીરીઝ કોરોના વાઈરસ વચ્ચે આયોજીત થઈ રહી છે. જોકે આ દરમ્યાન રાહતની વાત તો એ છે કે સીમિત ઓવરની ક્રિકેટની આ છ મેચોમાંથી 5 મેચોની ટીકીટો થોડાક જ સમયમાં વેચાઈ ગઈ છે.

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે સિડનીમાં પ્રથમ વન ડે રમાનારી છે. કોરાના વાયરસને લઈને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું ધ્યાન રાખીને દર્શકોને મેદાનમાં હાજર રહી શકવા અંગે મંજૂરી આપવામાં આવી છે. શુક્રવારે વન ડે અને ટી-20 સીરીઝના માટે ટિકીટોનું વિતરણ શરુ કરવામાં આવ્યુ હતુ. જેમાં પાંચ મેચોની મોટાભાગની ટિકીટો માત્ર 1,440 મિનીટ એટલે કે ચોવીસ કલાક થી પણ ઓછા સમયમાં વેચાઈ ગઈ હતી. બતાવી દઇએ કે પ્રથમ મેચ થશે જેમાં કોરોનાને લઇને 117 દિવસ બાદ દર્શકોની ઉપસ્થિતી જોવા મળશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પહેલા ઈંગ્લેન્ડે વેસ્ટઇન્ડીઝ, ઓસ્ટ્રેલીયા અને પાકિસ્તાનની યજમાની કરી હતી. જોકે ત્યારે પણ દર્શકોને મેદાનમાં જવાની અનુમતિ નહોતી. આમ તે બધી જ મેચો પણ ખાલી સ્ટેડીયમમાં રમાઈ હતી. અહી સુધી કે ઈન્ડિયન પ્રિમીયર લીગની યુએઈમાં આયોજીત 13મી સિઝનમાં પણ દર્શકોને મેદાનમાં જવાની અનુમતી અપાઈ નહોતી. આઇપીએલ 2020ની તમામ મેચો શારજહાં, દુબઇ અને અબુધાબીમાં આયોજીત કરવામાં આવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભારત અને ઓસેટ્રેલીયા વચ્ચે ત્રણ વન ડે મેચની સીરીઝના મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને ઓવલના મેદાન પર રમાનાર છે. જેમાં સ્ટેડીયમની ક્ષમતાના અડધો અડધ જ પ્રેક્ષકોને મેચ દરમ્યાન હાજર રહેવા મળી શકશે. વન ડે અને ટી-20 સીરીઝના બાદ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે 17 ડિસેમ્બરે પ્રથમ ટેસ્ટ મેચ એડીલેડમાં રમવામાં આવશે. જે પીંક બોલ સાથે ડે નાઈટ ટેસ્ટ મેચ રમાશે. ત્યારબાદ 26 ડિસેમ્બરે બીજી ટેસ્ટ મેલબોર્નમાં , 3, જાન્યુઆરીએ ત્રીજી ટેસ્ટ મેચ સિડનીમાં અને 15 જાન્યુઆરીએ બ્રિસબેનમાં ચોથી ટેસ્ટ મેચ રમાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article