Breaking News : હાથ મિલાવવાના વિવાદ વચ્ચે ફરી યોજાશે ભારત-પાકિસ્તાન મેચ, તારીખ નક્કી

એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ફરી એક મેચ રમાશે. બંન્ને ટીમોએ સુપર-4 રાઉન્ડ માટે ક્વોલિફાય કરી લીધું છે. બંન્ને ટીમ વચ્ચે રમાનારી આ મેચની તારીખ નક્કી થઈ ચૂકી છે.

Breaking News : હાથ મિલાવવાના વિવાદ વચ્ચે ફરી યોજાશે ભારત-પાકિસ્તાન મેચ, તારીખ નક્કી
| Updated on: Sep 18, 2025 | 9:56 AM

એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજની મેચ ચર્ચામાં રહી હતી. પરંતુ તેનાથી વધારે ચર્ચામાં રહ્યો મેચ બાદનો વિવાદ, ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજ મેચ બાદ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા. ત્યારબાદ બંન્ને ટીમોને લઈ ખુબ ચર્ચાઓ થઈ હતી. આ ઘટના બાદ પાકિસ્તાને તો ટૂર્નામેન્ટને બાયકોટ કરવાની ધમકી આપી હતી. જેને લઈ યુએઈ અને પાકિસ્તાનની મેચ મોડી શરુ થઈ હતી. હજુ વિવાદ શાંત થયો નથી ફરી એક વખત બંન્ને ટીમ આમને સામને આવશે. તો ચાલો જાણી લો બંન્ને ટીમ ક્યારે ટકરાશે.

ફરી એકવાર ભારત-પાકિસ્તાન મેચ થશે

ભારત અને પાકિસ્તાનની ટીમોએ એશિયા કપ 2025માં ગ્રુપ એમાં સુપર-4માં સ્થાન બનાવી લીધું છે. હવે તેની વચ્ચે આગામી મેચ 21 સપ્ટેમ્બરના રોજ દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ગ્રુપ એમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ભારતે સુપર-4 માટે ક્વોલિફાય કર્યું છે. પાકિસ્તાનની ટીમ આગાલા રાઉન્ડમાં પહોંચવામાં સફળ રહી છે. તમને જણાવી દઈએ કે, ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયાએ અત્યારસુધી 2 મેચ રમી છે અને બંન્ને મેચમાં જીત મેળવી છે. ભારતની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે અને ટોપ પર જ રહેશે.

પાકિસ્તાનની ગ્રુપ એની મેચ પૂર્ણ થઈ ચૂકી છે. હવે 3મેચમાંથી 2માં જીત મેળવી છે અને 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે,જેને લઈ 4 પોઈન્ટની સાથે બીજા સ્થાને રહી છે. યુએઈની સફર પૂર્ણ થઈ ચૂકી છે. તેમણે 3 મેચમાંથી એક મેચ જીતી હતી. બીજી બાજુ ઓમાનની ટીમ પોતાની છેલ્લી મેચ ભારત વિરુદ્ધ રમશે. પરંતુ સુપર-4માંથી પહેલા જ બહાર થઈ ચૂકી હતી. શરુઆતની 2 મેચમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.

 કરો યા મરો

એશિયા કપ 2025 ની 11મી મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. શ્રીલંકા સુપર ફોર માટે લગભગ ક્વોલિફાય થઈ ગયું છે. અફઘાનિસ્તાન પાસે હવે છેલ્લી તક છે, જેના કારણે આ મેચ તેમના માટે કરો યા મરો જેવી બની ગઈ છે. આ મેચમાં બાંગ્લાદેશનું ભાગ્ય પણ નક્કી થશે, અને ચાર સુપર ફોર ટીમો પણ નક્કી થશે.

એશિયા કપ એક મોટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ છે, જેનું આયોજન એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. અહી ક્લિક કરો

 

Published On - 9:46 am, Thu, 18 September 25