20 વર્ષ બાદ મેચ ફિક્સીંગના આરોપી સંજીવ ચાવલાને ભારત લાવવામાં મળી સફળતા

|

Feb 13, 2020 | 5:04 PM

2000ની સાલમાં ભારત અને આફ્રિકાની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી અને આ મેચમાં ફિક્સીંગની પણ ઘટના સામે આવી હતી. સંજીવ ચાવલાએ મુખ્ય આરોપી છે અને તેને જ ક્રિકેટરો સાથે આ ડિલ કરી હતી. આ ઘટનાને લઈને 20 વર્ષ બાદ ભારતીય તપાસ એજન્સીઓને સફળતા મળી છે. બ્રિટનની નાગરિકતા મળી જવાથી સંજીવ ત્યાં સ્થાયી થઈ ગયો […]

20 વર્ષ બાદ મેચ ફિક્સીંગના આરોપી સંજીવ ચાવલાને ભારત લાવવામાં મળી સફળતા

Follow us on

2000ની સાલમાં ભારત અને આફ્રિકાની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી અને આ મેચમાં ફિક્સીંગની પણ ઘટના સામે આવી હતી. સંજીવ ચાવલાએ મુખ્ય આરોપી છે અને તેને જ ક્રિકેટરો સાથે આ ડિલ કરી હતી. આ ઘટનાને લઈને 20 વર્ષ બાદ ભારતીય તપાસ એજન્સીઓને સફળતા મળી છે. બ્રિટનની નાગરિકતા મળી જવાથી સંજીવ ત્યાં સ્થાયી થઈ ગયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

 

વર્ષ 2020માં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતની સાથે ક્રિકેટ મેચ રમવા આવી હતી. આ મેચમાં ફિક્સીંગની ઘટના સામે આવી હતી અને તેમાં ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મો. અજહરુદીનનું નામ પણ ખૂલ્યું હતું. આ સિવાય મનોજ પ્રભાકર, અજય જાડેજા, નયન મોંગિયા સુધી પણ તપાસનો રેલો આવ્યો હતો.

આ પણ વાંચો :   જાણો વિશ્વ રેડિયો દિવસને 13 ફેબ્રુઆરીના દિવસે જ કેમ મનાવવામાં આવે છે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે સતત 20 વર્ષના પ્રયત્નો બાદ બ્રિટન તરફથી સંજીવ ચાવલાના પ્રત્યાર્પણ મંજૂરી આપવામાં આવી છે. જેના લીધે ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બ્રિટનના કેટલાંક અધિકારીઓ સંજીવ ચાવલાને લઈને પહોંચ્યા હતા. આ પ્રત્યાર્પણ 1992ની ભારત અને બ્રિટનની સંધિ મુજબ કરવામાં આવ્યું છે. ફિક્સીંગ મામલે વધારે તપાસ કરી શકાય તે માટે કોર્ટે 12 દિવસની પોલીસ કસ્ટડીમાં સંજીવ ચાવલાને મોકલી આપ્યો છે. આ કેસમાં આફ્રિકાની ટીમના કેપ્ટન હૈંસી કોનિયનું પણ નામ ખૂલ્યું છે. સંજીવ ચાવલાને દિલ્હીની પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article