IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ક્યારે રમાશે વન ડે અને ટી20 શ્રેણી, જુઓ કાર્યક્રમ

|

May 11, 2021 | 10:24 AM

આઇપીએલ 2021 લીગને અધવચ્ચે થી સ્થગીત કરવા બાદ હવે ભારતીય ટીમ (Team India) ને હવે મેદાન પર જોવાની રાહ જોઇ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પીયનશીપ (World Test Championship) ફાઇનલ માં ન્યુઝીલેન્ડ સામે રમ્યા બાદ શ્રીલંકા પ્રવાસ (Sri Lanka tour) કરનાર છે.

IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે  ક્યારે રમાશે વન ડે અને ટી20 શ્રેણી, જુઓ કાર્યક્રમ
India vs Sri Lanka

Follow us on

આઇપીએલ 2021 લીગને અધવચ્ચે થી સ્થગીત કરવા બાદ હવે ભારતીય ટીમ (Team India) ને હવે મેદાન પર જોવાની રાહ જોઇ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પીયનશીપ (World Test Championship) ફાઇનલ માં ન્યુઝીલેન્ડ સામે રમ્યા બાદ શ્રીલંકા પ્રવાસ (Sri Lanka tour) કરનાર છે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ તે અંગેની જાણકારી આપી હતી. હવે જે પ્રવાસનો કાર્યક્રમ પણ સામે આવી ચુક્યો છે.

ભારતીય ટીમએ આગળના મહિને 18 થી 22 જૂન વચ્ચે ઇંગ્લેંડની સાઉથંમ્પટન માં ન્યુઝીલેન્ડ સામે ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમવાની છે. જેના બાદ ટીમ ઇન્ડીયા શ્રીલંકા પ્રવાસ ખેડનાર છે. જ્યાં તે ત્રણ વન ડે અને ત્રણ ટી20 મેચ ની શ્રેણી રમવાની છે. જાણકારી મુજબ ભારત અને શ્રીલંકા સામે રમનારી આ સિરીઝ 13 જૂલાઇ એ શરુ થશે અને 27 જૂલાઇએ ખતમ થશે.

મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસે 5 જુલાઇ એ રવાના થશે. જેના બાદ ટીમ ના ખેલાડીઓ એ સપ્તાહ સુધી ક્વોરન્ટાઇન હેઠળ રહેવુ પડશે. જે ક્વોરન્ટાઇન બે ભાગમાં વહેંચવામાં આવ્યુ છે. જેમાં પ્રથમ ત્રણ દિવસ હાર્ડ ક્વોરન્ટાઇન હશે, જે દરમ્યાન ખેલાડીઓએ હોટલના રુમમાં બંધ રહેવુ પડશે. ત્યાર બાદ ચાર દિવસ ખેલાડીઓને તાલીમ માટે પરવાનગી મળશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

સિરીઝ ના સંભવિત કાર્યક્રમ મુજબ ભારતીય ટીમ 13 જુલાઇ, 16 જુલાઇ અને 19 જુલાઇ એ ત્રણ વન ડે મેચોની સિરીઝ રમશે. જેના બાદ 22 જુલાઇ, 24 જુલાઇ અને 27 જુલાઇ એ ટી20 ક્રિકેટ મેચ રમવામાં આવશે. જોકે હજુ સુધી આયોજન સ્થળની ઘોષણાં કરવામાં આવી નથી. 28 જુલાઇ એ ભારતીય ટીમ પરત સ્વદેશ ફરશે. આ પ્રવાસ બાદ તુરત ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડમાં 5 ટેસ્ટ મેચની સિરીઝ રમશે.

Next Article