IND vs SA ODI Series : દક્ષિણ આફ્રિકા સામેની ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રાહુલ કેપ્ટન, બુમરાહ વાઇસ કેપ્ટન, રોહિત નહીં રમે

|

Dec 31, 2021 | 9:54 PM

કેએલ રાહુલ પ્રથમ વખત ભારતીય ક્રિકેટ ટીમની કમાન સંભાળશે. અગાઉ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. બુમરાહને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

IND vs SA ODI Series : દક્ષિણ આફ્રિકા સામેની ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રાહુલ કેપ્ટન, બુમરાહ વાઇસ કેપ્ટન, રોહિત નહીં રમે
KL Rahul, captain of the ODI team against South Africa

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ODI ટીમની જાહેરાત કરી છે. પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ (Chetan Sharma) શુક્રવારે ટીમની જાહેરાત કરી હતી. કેએલ રાહુલને (KL Rahul) ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન (Captain) બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા ( Rohit Sharma) ઈજાના કારણે વનડે શ્રેણી રમી શકશે નહીં. જ્યારે ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) ટીમના નવા વાઈસ કેપ્ટન (Vice Captain) હશે.

રવિચંદ્રન અશ્વિન ચાર વર્ષ બાદ ODI ટીમમાં પરત ફર્યો છે. 18 સભ્યોની ODI ટીમમાં છ બેટ્સમેન, બે વિકેટકીપર, બે ઓલરાઉન્ડર, બે સ્પિનર ​​અને છ ફાસ્ટ બોલર છે. પસંદગીકારોએ 2023ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ ટીમની પસંદગી કરી છે. 2023 ODI વર્લ્ડ કપ માત્ર ભારતમાં જ રમાશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ
બેટ્સમેનઃ કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર
વિકેટકીપર્સઃ રિષભ પંત, ઈશાન કિશન
ઓલરાઉન્ડર: વેંકટેશ ઐયર, વોશિંગ્ટન સુંદર
સ્પિનર્સઃ યુઝવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન
ફાસ્ટ બોલર્સઃ જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, ફેમસ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ. સિરાજ

વેંકટેશ અય્યર ODI ટીમમાં નવો ચહેરો છે
ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર ટીમમાં નવો ચહેરો હશે. તે જ સમયે, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બીજી વખત અન્ય કેપ્ટનની આગેવાની હેઠળ વનડે રમતા જોવા મળશે. આ પહેલા કોહલી મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં રમી ચૂક્યો છે. રોહિત હેમસ્ટ્રિંગની ઈજાથી ઝઝૂમી રહ્યો હતો. હાલમાં તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબિંગ કરી રહ્યો છે.

રાહુલ આઈપીએલમાં કેપ્ટનશીપ કરી ચૂક્યો છે
કેએલ રાહુલ પ્રથમ વખત ટીમની કમાન સંભાળશે. તે અગાઉ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. બુમરાહને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રાહુલની ગેરહાજરીમાં બુમરાહ સુકાની કરશે. ઋતુરાજ ગાયકવાડ પણ ODI ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.

આ પણ વાંચોઃ

Under-19 Asia Cup: ભારત આઠમી વખત બન્યુ ચેમ્પિયન, ફાઇનલમાં શ્રીલંકાને નવ વિકેટે હરાવ્યું

આ પણ વાંચોઃ

IND vs SA: વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, સૌરવ ગાંગુલીએ ટ્વિટર પર આ રીતે પાઠવ્યા અભિનંદન

Published On - 9:48 pm, Fri, 31 December 21

Next Article