IND vs NZ : ન્યૂઝીલેન્ડને હરાવવા વિરાટ કોહલીએ શરૂ કરી તૈયારીઓ, મુંબઈ ટેસ્ટ પહેલા પ્રેક્ટિસની તસવીર સામે આવી

|

Nov 23, 2021 | 10:35 AM

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ મુંબઈમાં રમાવાની છે, જે 3 ડિસેમ્બરથી શરૂ થશે. તે પહેલા કાનપુરમાં પ્રથમ ટેસ્ટ છે.

IND vs NZ : ન્યૂઝીલેન્ડને હરાવવા વિરાટ કોહલીએ શરૂ કરી તૈયારીઓ, મુંબઈ ટેસ્ટ પહેલા પ્રેક્ટિસની તસવીર સામે આવી
Virat Kohli

Follow us on

IND vs NZ:ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ શરૂ થવામાં હજુ સમય છે. બીજી ટેસ્ટ મેચ મુંબઈમાં રમાવાની છે, જે 3 ડિસેમ્બરથી શરૂ થશે. તે પહેલા કાનપુરમાં પ્રથમ ટેસ્ટ (Kanpur first test)છે. પરંતુ, મુંબઈમાં ટીમ ઈન્ડિયા (Team India)સાથે સીધા જ જોડાઈ રહેલા વિરાટ કોહલીએ બીજી ટેસ્ટની તૈયારી શરૂ કરી દીધી છે. વિરાટ કોહલી (Virat Kohli)ની તૈયારીઓની પહેલી તસ્વીર પણ સામે આવી છે, જેમાં તે બેટ, પેડ સાથે નેટમાં પરસેવો પાડી રહ્યો છે.

વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ મુંબઈ ટેસ્ટ માટે વિરાટ કોહલી(Virat Kohli)ની તૈયારીઓની પ્રથમ તસવીર ટ્વિટ કરી હતી. આ તસવીર પોસ્ટ કરીને તેણે લખ્યું- આલોચના કરવી કે નામ વધારવું સરળ છે, પરંતુ આ એવી વસ્તુ છે જે ઘણા લોકોને દેખાતી નથી. આ કલાકોની પ્રેક્ટિસ વિરાટ કોહલીને એક અદ્ભુત ક્રિકેટર (Cricketer) બનાવે છે. બોલ અને બેટ વચ્ચેના સંપર્કનો અવાજ આનંદદાયક છે.

મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં પ્રેક્ટિસ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી (Test captain Virat Kohli)એ સોમવારે બ્રેબોર્ન સ્ટેડિયમ (Brabourne Stadium)માં મુંબઈ ટેસ્ટ પહેલા પોતાની પ્રથમ પ્રેક્ટિસ કરી હતી. આ પહેલા ટી20 ફોર્મેટ (T20 format)ની કેપ્ટનશીપ છોડ્યા બાદ વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ (T20 series)માંથી બ્રેક લીધો હતો. કાનપુરમાં રમાનાર પ્રથમ ટેસ્ટમાં પણ તે ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. કાનપુર ટેસ્ટમાં વિરાટની જગ્યાએ રહાણે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હશે.

એડના શૂટિંગ દરમિયાન પણ વિરાટની તસવીર સામે આવી હતી

આ પહેલા સોમવારે તેની અન્ય એક તસવીર પણ વાયરલ થઈ હતી, જેમાં તે કેટલીક એડ શૂટમાં વ્યસ્ત જોવા મળી હતી. એડ શૂટના સેટમાંથી બહાર આવેલી તસવીરમાં કોહલી ગ્રે ટીશર્ટ, બ્લેક શોટ પહેરીને સ્ટુડિયો પહોંચ્યો હતો. આના થોડા સમય પછી, તે બદલાયેલા કપડાંમાં દેખાયો જ્યાં તેણે સફેદ ટી-શર્ટ પહેર્યું હતું અને તેના ચહેરા પર કાળો માસ્ક પહેર્યો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ બાદ મુંબઈમાં રજાઓ ગાળી રહ્યો છે. કોહલી માત્ર તેના પરિવાર સાથે જ સમય વિતાવી રહ્યો નથી પરંતુ મેદાનથી દૂર તેની બાકી કામો પણ પૂર્ણ કરી રહ્યો છે.

આ પણ વાંચો : Ramayana Circuit Train: સાધુ-સંતોની ચેતવણી બાદ IRCTCએ વેઈટરોના ભગવા ડ્રેસ બદલ્યા, હવે પહેરશે આવા કપડાં

Next Article