IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ T20 સિરીઝ શરૂ થાય તે પહેલા જયપુરમાં વાતાવરણ બગડ્યું, પહેલી મેચ મુશ્કેલીમાં મુકાઈ

|

Nov 15, 2021 | 1:50 PM

દિલ્હીની હવામાં પ્રસરેલા પ્રદૂષણની અસર હવે આસપાસના શહેરોમાં પણ દેખાવા લાગી છે. પિંક સિટી જયપુર પણ તેની ઝપેટમાં આવી ગયું છે.

IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ T20 સિરીઝ શરૂ થાય તે પહેલા જયપુરમાં વાતાવરણ બગડ્યું, પહેલી મેચ મુશ્કેલીમાં મુકાઈ
ન્યુઝીલેન્ડની ટીમ આજે જયપુર પહોંચશે

Follow us on

IND vs NZ: દિલ્હીની હવામાં ઝેરની અસર હવે આસપાસના શહેરોમાં પણ દેખાવા લાગી છે. પિંક સિટી જયપુર પણ આનાથી બાકાત રહ્યું નથી. ભારત અને ન્યુઝીલેન્ડ (India and New Zealand) વચ્ચે T20 સીરીઝની પ્રથમ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ (Sawai Mansingh Stadium)માં રમાશે.

આ શ્રેણી માટે ન્યુઝીલેન્ડની ટીમ આજે દુબઈથી જયપુર (Jaipur)પહોંચશે. પરંતુ તે પહેલા જયપુરની હવા બગડી ગઈ છે. ત્યાંની હવામાં પ્રદૂષણનું સ્તર વધી ગયું છે. અને મેચની શરૂઆત પહેલા આ સારા સમાચાર નથી.

જયપુરના એર ક્વોલિટી ઈન્ડેક્સ (Quality Index)અનુસાર, છેલ્લા અઠવાડિયાથી શહેરની હવામાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે. રવિવારે, જયપુરની હવા સૌથી ખરાબ હોવાનું માનવામાં આવ્યું હતું હવાનો AQI 337 નોંધાયો હતો, જે દિવાળી પછીનું બીજું સૌથી ખરાબ સ્તર છે. દિવાળીના દિવસે જયપુર એરનો AQI 364 હતો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ન્યુઝીલેન્ડની ટીમ આજે જયપુર પહોંચશે

હવે આ માહોલમાં ન્યુઝીલેન્ડની ટીમ જયપુર પહોંચી રહી છે. તે જ સમયે, ભારતીય ટીમ પહેલેથી જ ત્યાં હાજર છે. ન્યૂઝીલેન્ડ T20 વર્લ્ડ કપ 2021ની ફાઇનલમાં પહોંચી ગયું હતું, જેના કારણે તેને જયપુર પહોંચવામાં વિલંબ થયો હતો. 14 નવેમ્બરે આઈસીસી ટૂર્નામેન્ટની ફાઈનલ રમ્યા બાદ કિવી ટીમ આજે ભારતના પીંક સિટીમાં પહોંચશે. કીવી ટીમ પાસે માત્ર 16 નવેમ્બરનો સમય હશે, ત્યારબાદ 17 નવેમ્બરે તેણે ભારત સામે પ્રથમ T20 રમવાની છે.

જયપુરમાં 8 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ

ભારત-ન્યૂઝીલેન્ડ T20 મેચ દ્વારા જયપુરમાં 8 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket)ની વાપસી જોવા મળશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ભારતની આ પ્રથમ T20 મેચ હશે. અગાઉ, તે અહીં 13 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યું છે, જેમાં 12 વનડે અને 1 ટેસ્ટનો સમાવેશ થાય છે. ભારતે 12માંથી 8 ODI જીતી છે. જ્યારે અહીં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

ICC T20 વર્લ્ડ કપ-2021 (T20 World Cup 2021) તેના વિજેતાને મળી ગયો છે. ફરી એકવાર આઈસીસી ટ્રોફી ન્યુઝીલેન્ડના નસીબમાં ન આવી. એરોન ફિન્ચ (Aaron Finch) ની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયા (Australia) એ રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ટાઈટલ જીત્યું. ઓસ્ટ્રેલિયા બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું અને તેનો પહેલો T20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું. તે જ સમયે, ન્યુઝીલેન્ડ (New Zealand) ની ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઈનલ રમી રહી હતી

આ પણ વાંચો : Delhi-NCR Air Pollution: સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી, આક્ષેપબાજીમાં પડ્યા વગર કામ કરો, તમે પ્રચાર પાછળ કેટલો ખર્ચ કરો છો તેનું ઑડિટ કરવાની ફરજ પાડશો નહીં

આ પણ વાંચો : T20 World Cup: 34 વર્ષ પહેલા પિતાએ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા, હવે પુત્રે ઓસ્ટ્રેલિયા માટે આ જ કામ પાર પાડ્યુ

Next Article