IND vs NZ: MS ધોનીના મેદાન પર ન્યુઝીલેન્ડની હાર નક્કી ! JSCA સ્ટેડિયમનો રેકોર્ડ જોઈને કિવી ટીમને ચક્કર આવી જશે

|

Nov 19, 2021 | 11:42 AM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ જયપુરમાં રમાઈ હતી અને હવે આ બંને ટીમો મહેન્દ્ર સિંહ ધોનીના શહેર રાંચીમાં બીજી મેચમાં મેદાનમાં ઉતરશે.

IND vs NZ: MS ધોનીના મેદાન પર ન્યુઝીલેન્ડની હાર નક્કી ! JSCA સ્ટેડિયમનો રેકોર્ડ જોઈને કિવી ટીમને ચક્કર આવી જશે
JSCA Cricket Stadium

Follow us on

IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આજે JSCA ક્રિકેટ સ્ટેડિયમમાં બીજી T20 મેચ રમાવાની છે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચોની શ્રેણીની બીજી T20 મેચ આજે રાંચીના ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (Jharkhand State Cricket Association)સ્ટેડિયમ (JSCA Cricket Stadium)ખાતે રમાશે. જયપુરમાં રમાયેલી પ્રથમ મેચ જીતીને ભારતે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી.

હવે તેની નજર શ્રેણી પર કબજો કરવા માટે બીજી મેચ જીતવા પર રહેશે. બીજી તરફ કિવી ટીમ આ મેચ જીતીને શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચને નિર્ણાયક બનાવવા ઈચ્છશે. જો કે જે મેદાન પર આ મેચ રમાવાની છે તેનો ઈતિહાસ જોતા કિવી ટીમની નીંદર ઉડી જશે. ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના શહેરમાં સ્થિત આ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા (Team India)નો રેકોર્ડ શાનદાર છે.

ભારતે અત્યાર સુધી અહીં બે T20 મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. ભારતે તેની પ્રથમ ટી20 મેચ (T20 match) અહીં 12 ફેબ્રુઆરી 2016ના રોજ મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)ની કપ્તાની હેઠળ રમી હતી. શ્રીલંકાની ટીમ ભારતની સામે હતી. આ મેચમાં ભારતે 69 રનના માર્જીનથી જીત મેળવી હતી. આ પછી, ભારતીય ટીમ 7 ઓક્ટોબરના રોજ આ મેદાન પર T20 મેચ રમવા માટે પરત ફરી, અને આ વખતે તેની સામે ઓસ્ટ્રેલિયા હતું. આ મેચમાં ધોની ત્યાં હતો પરંતુ તે કેપ્ટન નહોતો.ભારતે આ મેચ નવ વિકેટે જીતી લીધી હતી

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આવો છે ODI રેકોર્ડ

જો આ સ્ટેડિયમના ODI રેકોર્ડની વાત કરીએ તો ભારતે અહીં પાંચ વન-ડે રમી છે, જેમાંથી બેમાં તેને જીત મળી છે અને બેમાં હાર મળી છે, જ્યારે એક મેચનું પરિણામ મળી શક્યું નથી. આ સ્ટેડિયમમાં પ્રથમ ODI 19 જાન્યુઆરી 2013ના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી, જેમાં ભારતનો સાત વિકેટે વિજય થયો હતો. 23 ઓક્ટોબર 2013ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચનું પરિણામ આવી શક્યું ન હતું. નવેમ્બર 16-2014 ના રોજ, ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ODI અહીં રમાઈ હતી,

જેમાં ભારતનો ત્રણ વિકેટે વિજય થયો હતો. 26 ઓક્ટોબર 2016ના રોજ, ન્યુઝીલેન્ડે અહીં તેમની પ્રથમ વનડે રમી અને 19 રને જીત મેળવી. 8 માર્ચ 2019ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ યજમાન ટીમને 32 રને હરાવ્યું હતું.

ટેસ્ટ મેચની વાત કરીએ તો આ મેદાન પર અત્યાર સુધીમાં બે ટેસ્ટ મેચ રમાઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 16-20 માર્ચ 2017ના રોજ પ્રથમ ટેસ્ટ રમાઈ હતી જે ડ્રોમાં સમાપ્ત થઈ હતી. દક્ષિણ આફ્રિકા વચ્ચે 19 થી 22 ઓક્ટોબર દરમિયાન રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતે ઇનિંગ અને 202 રને જીત મેળવી હતી.

ન્યુઝીલેન્ડ માટે પણ સારા સમાચાર છે

જો ત્રણેય ફોર્મેટને ધ્યાનમાં લેવામાં આવે તો ન્યુઝીલેન્ડે આ મેદાન પર અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે, તે પણ ODI ફોર્મેટમાં અને કીવી ટીમે તે મેચ જીતી છે. આ દૃષ્ટિએ કિવી ટીમનો રેકોર્ડ પણ અહીં સારો કહેવાશે. હવે જોવાનું એ રહેશે કે તે આ મેદાન પર પોતાની પ્રથમ ટી20 મેચ જીતી શકશે કે નહીં.

આ પણ વાંચો : Hyderpora encounter : હૈદરપોરા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બે લોકોની લાશ કબરમાંથી કાઢી, એન્કાઉન્ટરની થશે ન્યાયિક તપાસ

Next Article