IND vs ENG: ફોર્મ પર સવાલ થતા કહ્યુ, તો પાછળની 10-15 ટેસ્ટના રેકોર્ડને જોઇ લો, ગુસ્સામાં આવ્યો રહાણે

|

Feb 13, 2021 | 9:22 AM

ભારતીય ટેસ્ટ ટીમ (Indian Test team) ના વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane) હાલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની બીજી ટેસ્ટ મેચ અગાઉ અજીંક્ય રહાણેએ મિડીયા સાથેની વાતચીત દરમ્યાન તેના માટે ઉઠી રહેલા સવાલોનો ખુલીને જવાબ આપ્યો હતો.

IND vs ENG: ફોર્મ પર સવાલ થતા કહ્યુ, તો પાછળની 10-15 ટેસ્ટના રેકોર્ડને જોઇ લો, ગુસ્સામાં આવ્યો રહાણે
અજીંક્ય રહાણે એ જાન્યુઆરી 2019 બાદ 15 ટેસ્ટ મેચ રમી છે.

Follow us on

ભારતીય ટેસ્ટ ટીમ (Indian Test team) ના વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane) હાલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની બીજી ટેસ્ટ મેચ અગાઉ અજીંક્ય રહાણેએ મિડીયા સાથેની વાતચીત દરમ્યાન તેના માટે ઉઠી રહેલા સવાલોનો ખુલીને જવાબ આપ્યો હતો. તેણે કહ્યુ હતુ કે, આલોચકોએ તેની પાછળની 15 મેચોનો રેકોર્ડ પણ ચકાસી લેવો જોઇએ રહાણેએ ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) દરમ્યાન મેલબોર્ન (Melbourne Test) માં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં શતક લગાવ્યુ હતુ. ત્યાર બાદ તે સતત મોટી ઇનીંગ રમવાથી નિષ્ફળ રહ્યો છે. ઇંગ્લેંડ સામેની પ્રથમ ટેસ્ટને 227 રન થી ગુમાવવા બાદ પણ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) નો બચાવ તેણે કર્યો હતો.

રહાણેએ ઇંગ્લેંડ સામેની ચાર મેચોની શ્રેણીમાં બીજી ટેસ્ટ પહેલા જ ઓનલાઇન મિડીયા સાથેના વાર્તાલાપ દરમ્યાન તેણે વાત કરી હતી. જેમાં કહ્યુ હતુ કે, અમે લગભગ બે વર્ષ બાદ ઘરેલુ મેદાન પર ટેસ્ટ મેચ રમી રહ્યા છીએ. જો તમે પાછળની ઘરેલુ સિરીઝનો સ્કોર જોશો તો કદાચ ત્યાં તમને મોટો સ્કોર મળી જાય. રહાણેએ 2019માં બાંગ્લાદેશ સામે ઘરેલુ મેદાન પર આખરી ટેસ્ટ સિરીઝ રમી હતી. જેમા તેણે 86 અને 46 રનની પારી રમી હતી. આ પહેલા તે દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં 59 અને 115 રનની રમત રમી હતી. અજીંક્ય રહાણે એ જાન્યુઆરી 2019 બાદ 15 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેના નામે કુલ 1002 રન છે. આ અવધિમાં પાંચ અર્ધશતક અને ત્રણ શતક લગાવ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તેમણે કહ્યુ હતુ કે, આ કોઇ વ્યક્તિગત પ્રદર્શનની જગ્યાએ ટીમના પ્રદર્શનની વાત છે, મારુ ધ્યાન તેની પર જ રહે છે કે હું ટીમને કેવી રીતે યોગદાન આપી શકુ. જો તમે પાછળની 10-15 ટેસ્ટ મેચોના આંકડા જોશો તો કદાચ આપને કેટલાક રન જોવા મળી જાય. બહારની દુનિયામાં શુ થઇ રહ્યુ છે, તેની પર મારુ ધ્યાન નથી રહેતુંં.

Next Article