IND vs ENG: અક્ષર પટેલે ફોર્મમાં રહેલા ‘રુટ’ ની વિકેટ ઝડપતા વાસિમ જાફરે શેર કર્યું આ મસ્ત મીમ

|

Feb 15, 2021 | 6:21 AM

ભારત અને ઇંગ્લેંડ ( India vs England) વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચ ચેન્નાઇ (Chennai Test) માં રમાઇ રહી છે. ભારતે બીજા દિવસના અંત સુધીની રમત દરમ્યાન શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ઇંગ્લેંડના ઓલઆઉટ બાદ ભારતની શરુઆત બીજી ઇનીંગ માટે થઇ હતી.

IND vs ENG: અક્ષર પટેલે ફોર્મમાં રહેલા રુટ ની વિકેટ ઝડપતા વાસિમ જાફરે શેર કર્યું આ મસ્ત મીમ
અક્ષર પટેલને 20 ઓવરની બોલીંગમાં 2 વિકેટ મળી હતી.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ ( India vs England) વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચ ચેન્નાઇ (Chennai Test) માં રમાઇ રહી છે. ભારતે બીજા દિવસના અંત સુધીની રમત દરમ્યાન શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ઇંગ્લેંડના ઓલઆઉટ બાદ ભારતની શરુઆત બીજી ઇનીંગ માટે થઇ હતી. ભારતે બીજા દિવસના અંત સુધીની રમતમાં બીજી ઇનીંગ રમતા શુભમન ગીલ (Shubman Gill) ની વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા હતા. રોહિત શર્મા (Rohit Sharma) અને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) અંત સમયે ક્રિઝ પર રમતમાં હતા. ઇંગ્લેંડની પ્રથમ ઇનીંગમાં અક્ષર પટેલ (Akshar Patel) એ જો રુટ (Joe Root) ને મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી, આ સાથે જ અક્ષર પટેલે ઇંગ્લીશ ટીમને બેકફુટ પર લાવી દીધી હતી. જેનુ પરિણામ એ રહ્યુ હતુ કે, ઇંગ્લેંડની ટીમ માત્ર 134 રન બનાવીને જ ઓલ આઉટ થઇ ગઇ હતી. અક્ષર પટેલની આ સફળતા પર ભારતીય પૂર્વ ક્રિકેટર વાસિમ જાફર (Wasim Jaffer) એક મસ્ત મીમ શેર કર્યુ હતુ.

અક્ષર પટેલ પોતાની ટેસ્ટ કેરિયરની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યો છે. ડેબ્યુ મેચમાં જ અક્ષર પટેલનુ પ્રદર્શન શાનદાર રહ્યુ હતુ. ઇંગ્લીશ કેપ્ટન જો રુટને સૌથી મહત્વપૂર્ણ વિકેટ તેણે પોતાના નામે કરી લીધી હતી. 20 ઓવરની બોલીંગમાં તેને 2 વિકેટ મળી હતી. અક્ષર પટેલની ‘રુટ’ ની વિકેટ ઝડપવાની કામિયાબી પર વાસિમ જાફરે એક મીમ શેર કર્યુ હતુ, જેમાં એક વ્યક્તિ આખા વૃક્ષને મૂળીયા સાથે ઉઠાવેલી સ્થતીમાં છે. અક્ષર પટેલ ઉપરાંત ઇશાંત શર્માને પણ બે વિકેટ મળી હતી. જ્યારે આર અશ્વિનને પાંચ વિકેટ ની સફળતા મળી હતી. મહંમદ સિરાજને એક વિકેટ હાથ લાગી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
Next Article