IND vs ENG: ભારતની જીતને લઇને વિરેન્દ્ર સહેવાગે મોટેરા પિચ પર ઇંગ્લેંડને કર્યુ જોરદાર ટ્રોલ, જુઓ મીમ

|

Feb 17, 2021 | 12:16 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની રમાઇ રહેલી ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડીયા (Team India) એ શાનદાર વાપસી કરતા ઇંગ્લેંડને જબરદસ્ત હાર આપી હતી. ચેન્નાઇ (Chennai) માં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટ દરમ્યાન ભારતે ઇંગ્લેંડને 317 રન થી હાર આપી હતી. જેના બાદ ટીમ ઇન્ડીયાના પ્રદર્શનના ચોમેર વખાણ થવા લાગ્યા છે.

IND vs ENG: ભારતની જીતને લઇને વિરેન્દ્ર સહેવાગે મોટેરા પિચ પર ઇંગ્લેંડને કર્યુ જોરદાર ટ્રોલ, જુઓ મીમ
ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડીયમમાં રમાનારી છે.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની રમાઇ રહેલી ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડીયા (Team India) એ શાનદાર વાપસી કરતા ઇંગ્લેંડને જબરદસ્ત હાર આપી હતી. ચેન્નાઇ (Chennai) માં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટ દરમ્યાન ભારતે ઇંગ્લેંડને 317 રનથી હાર આપી હતી. જેના બાદ ટીમ ઇન્ડીયાના પ્રદર્શનના ચોમેર વખાણ થવા લાગ્યા છે. તો વળી ઇંગ્લેંડની ટીમની રમતની આલોચના પણ થવા લાગી છે. ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) એ પણ આ જીત પર ઇંગ્લેંડને ટ્રોલ કરીને એક મજેદાર મીમ્સ પણ શેર કર્યુ છે.

ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ એ લખ્યુ હતુ કે, ઇંગ્લેંડના ખેલાડી પુછી રહ્યા છે કે ચેન્નાઇની અપેક્ષાએ મોટેરામાં ઓછા સ્પિન હશેને? ક્યુરેટર એ કહ્યુ તેની અમે કોઇ ગેરંટી નથી આપી શકતા. બીજી ટેસ્ટ મેચમા ઇંગ્લેંડના બેટ્સમેન ભારતીય સ્પિનરો સામે લાચારની સ્થિતીમાં હતા. પ્રથમ ઇનીંગ દરમ્યાન અશ્વિને પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઇનીંગમાં ડેબ્યુ કરનાર યુવા અક્ષર પટેલ એ પાંચ વિકેટ ઝડપી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પ્રથમ ટેસ્ટ મેચ હારવા બાદ ભારત એ સિરીઝમાં શાનદાર વાપસી કરતી રમત દાખવી હતી. પ્રથમ પારીમાં ભારતે 329 રન બનાવ્યા હતા. જ્યારે ઇંગ્લેંડની ટીમ માત્ર 134 રન જ બનાવી શકી હતી. તો વળી બીજી ઇનીંગમાં એક વાર ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. મુશ્કેલ પિચ પર 286 રન બનાવ્યા હતા. જેની સામે ઇંગ્લેંડના બેટ્સમેનો 186 રન જ બનાવી શક્યા હતા. ચાર મેચોની શ્રેણી હવે 1-1 થી સરભર થઇ ચુકી છે. ત્રીજી ટેસ્ટ મેચ હવે અમદાવાદના મોટેરા સ્ટેડીયમ (Motera Stadium) માં રમાનારી છે.

Next Article