IND vs ENG: વિરાટ અને રોહિતની ચેન્નાઇ એક્સપ્રેસ ! ફોટોઝ પર ફેન્સે લીધી જબરદસ્ત મઝા 

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિમય (MA Chidambaram Stadium) માં ચાર મેચમાં ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાઇ રહી છે. મેચમાં પ્રથમ દાવ ઇંગ્લેંડ ટોસ જીતીને શરુ કરતા ભારત સામે મજબૂત સ્કોર ખડક્યો છે. ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ (Jo Root) એ બેવડી સદી ફટકારી છે.

IND vs ENG: વિરાટ અને રોહિતની ચેન્નાઇ એક્સપ્રેસ ! ફોટોઝ પર ફેન્સે લીધી જબરદસ્ત મઝા 
વિરાટ અને રોહિતની આ તસ્વીર સોશિયલ મિડીયા પર છવાઇ
| Edited By: | Updated on: Feb 06, 2021 | 4:53 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિમય (MA Chidambaram Stadium) માં ચાર મેચમાં ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાઇ રહી છે. મેચમાં પ્રથમ દાવ ઇંગ્લેંડ ટોસ જીતીને શરુ કરતા ભારત સામે મજબૂત સ્કોર ખડક્યો છે. ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ (Jo Root) એ બેવડી સદી ફટકારી છે. મેચ દરમ્યાન  રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) એવા પોઝમાં જોવા મળ્યા હતા કે, જાણે કે બંને ચુપકે ચુપકે જોઇ રહ્યા હોય. હવે તેમની આ તસ્વીર મેમમાં બદલાઇ ગઇ છે. સોશિયલ મિડીયા પર તેમની તસ્વિર ધૂમ મચાવવા લાગી છે.

હકિકતમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સ્લિપમાં ઉભા હતા. જો રુટ બેટીંગ કરી રહ્યા હતા. રુટ એ બોલને ચોગ્ગા માટે ફટકાર્યો હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલી તે બોલને જોઇને રહ્યા હતા. જોકે વિરાટ કોહલી તેની પાછળ આવી ગયો હતો. આવામાં બંનેની પોઝિશન એવી થઇ ગઇ કે તેઓ છુપાઇને કોઇને જોઇ રહ્યા છે. વિરાટ અને રોહિતની આ તસ્વીર હવે સોશિયલ મિડીયા પર છવાઇ જવા પામી છે. ફેન્સ હવે તેને અલગ અલગ રીતે ફની કેપ્શન સાથે શેર કરવા લાગ્યા છે.

ઠીક તો ઠીક એક ફેન્સે તો તેમને ટ્રેનમાં જ ચઢાવી દીધા હતા. ફોટોને તેણે એવી રીતે એડીટ કર્યો હતો કે, જેમ તે ટ્રેનની બોગીના ગેટ પર તે ઉભા હોય. તો બીજા પણ કેટલાક મજેદાર કેપ્શન છે. જેમાં એક કેપ્શનમાં લખ્યુ છે કે, જ્યારે ક્લાસમાં કોઇ નવી છોકરી એન્ટ્રી લે છે તો અમે આમ થઇ જઇએ છીએ. તો અન્ય એક કેપ્શનમાં લખ્યુ છે કે, જ્યારે અમારા પરિવારની સાથે કોઇ પ્રોડક્ટના વિશે વાત કરુ છુ તો, ફેસબુક અને ગુગલ આવી રીતે જોઇએ છીએ.