IND vs ENG: ચેન્નાઇમાં ટીકીટ મેળવવા માટે સર્જાઇ પડાપડી, TNCA ના મેસેજને લઇ દર્શકો દોડી આવ્યા

|

Feb 12, 2021 | 11:36 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ટિકીટ મેળવવા માટે ચેન્નાઇ (Chennai) ના એમએ ચિદંબરમ સ્ટેડીયમ (MA Chidambaram Stadium) માં ક્રિકેટ પ્રેમીઓની ભીડ ઉમટી પડી હતી. આ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિગ (Social Distinction) નુ પણ પાલન ભૂલાઇ ગયુ હતુ.

IND vs ENG: ચેન્નાઇમાં ટીકીટ મેળવવા માટે સર્જાઇ પડાપડી, TNCA ના મેસેજને લઇ દર્શકો દોડી આવ્યા
સ્ટેડિયમની ક્ષમતાના 50 ટકા દર્શકોને પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ટિકીટ મેળવવા માટે ચેન્નાઇ (Chennai) ના એમએ ચિદંબરમ સ્ટેડીયમ (MA Chidambaram Stadium) માં ક્રિકેટ પ્રેમીઓની ભીડ ઉમટી પડી હતી. આ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિગ (Social Distinction) નુ પણ પાલન ભૂલાઇ ગયુ હતુ. આમ તો જોકે તમામ ટીકીટોનુ વેચાણ ઓનલાઇન કરવામાં આવ્યુ હતુ, જોકે ટીકીટ મેળવવા માટે દર્શકોએ સ્ટેડીયમ પર આવવુ પડ્યુ હતુ.

તામિલનાડુ ક્રિકેટ સંઘ (TNCA) બીજી ટેસ્ટ મેચ માટે સ્ટેડિયમની ક્ષમતાના 50 ટકા દર્શકોને પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ લગભગ એક વર્ષ બાદ દેશમાં કોઇ રમત ગમત ટુર્નામેન્ટમાં દર્શકોની હાજરી જોવા મળશે. સોશિયલ મિડીયા પર સતત એ વાતની ચર્ચા ચાલતી રહી કે સ્ટેડીયમની બહાર લાંબી કતારો લાગી હતી. દર્શકોએ ટીકીટની લ્હાયમાં કોરોનાની ગાઇડલાઇનના નિયમોનુ પાલન પણ કર્યુ નહોતુ. TNCA ના અધીકારીએ કહ્યુ હતુ કે, શરુઆતમાં ભ્રમની સ્થિતી સર્જાઇ ગઇ હતી. જોકે તુરત જ સ્થિતીને સુધારી લેવામાં આી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અધિકારીએ પીટીઆઇને બતાવ્યુ હતુ કે, TNCA દ્રારા ઘોષણા કરવામા આવી હતી કે બીજી ટેસ્ટ મેચ માટે ઓનલાઇન બુક કરવામાં આવેલી ટીકીટોને 11 ફેબ્રુઆરી મેળવી શકાશે. જોકે દર્શકો તેને અવળુ સમજી બેઠા હતા અને સ્ટેડિયમ આવી પહોંચ્યા. જેના કારણે ભીડ જામી ગઇ હતી. અધિકારીએ કહ્યુ હતુ કે, શુક્રવાર થી ટીકીટોને સુચારુ રુપ થી જારી કરવામાં આવશે. સોશિયલ ડીસ્ટન્સના નિયમોના ઉલ્લંઘન કરવા ઉપરાંત એક વ્યક્તિ ભીડમાં બેહોશ પણ થઇ ગયો હતો.

Next Article