IND vs ENG: ઇંગ્લેંડ સામેની T20 શ્રેણીને રિહર્સલના રુપે નથી જોતા, ફોકસ શ્રેણી પર રહેશે: રોહિત શર્મા

|

Mar 11, 2021 | 10:54 AM

મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ભારતીય ઉપ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ કહ્યુ હતુ કે, ભારત અને ઇંગ્લેંડ (India vs England ) વચ્ચે ની આગામી પાંચ T20 મેચોની શ્રેણી પર ફોકસ છે. અમે વર્ષના અંતમાં ભારતમાં રમાનારા ICC T20 વિશ્વકપ (World Cup) ના રિહર્સલના રુપમાં તેને નથી જોઇ રહ્યા.

IND vs ENG:  ઇંગ્લેંડ સામેની T20 શ્રેણીને રિહર્સલના રુપે નથી જોતા, ફોકસ શ્રેણી પર રહેશે: રોહિત શર્મા
Rohit Sharma

Follow us on

મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ભારતીય ઉપ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ કહ્યુ હતુ કે, ભારત અને ઇંગ્લેંડ (India vs England ) વચ્ચે ની આગામી પાંચ T20 મેચોની શ્રેણી પર ફોકસ છે. અમે વર્ષના અંતમાં ભારતમાં રમાનારા ICC T20 વિશ્વકપ (World Cup) ના રિહર્સલના રુપમાં તેને નથી જોઇ રહ્યા. ટીમનુ પુરુ ફોકસ માત્ર જીત પર જ છે. ભારત એ સિરીઝ માટે કેટલાક નવા ચહેરાઓને પણ ટીમ માટે પસંદ કર્યા છે. જ્યારે ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) ને આરામ આપવામાં આવ્યો છે. કારણ કે ટીમ હવે વિશ્વકપની તૈયારીઓમાં લાગી ચુકી છે.

રોહિત શર્માએ શુક્રવારે ભારત અને ઇંગ્લેંડ વચ્ચે શરુ થનારી T20 શ્રેણીના પહેલા જ આ અંગે વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, અમે આને કોઇ પણ પ્રકારના રિહર્સલના રુપમાં નહી જોઇએ. અમે એટલુ બધુ આગળનુ નથી વિચારી રહ્યા, માત્ર અમે શ્રેણી પર જ ધ્યાન આપી રહ્યા છીએ. જો વર્તમાન પર ફોકસ રહેશે તો ભવિષ્યમાં આપમેળે જ તેને ફાયદો મળનારો છે. આ એક લાંબી શ્રેણી છે, એ જોવુ મહત્વપૂર્ણ છે કે, ટીમ અને ખેલાડીઓના રુપમાં અમે કેવી સ્થિતિમાં છીએ. રોહિતની સાથે સાથે કેએલ રાહુલ અને શિખર ધવનમાંથી કોણ ઇનીંગની શરુઆત કરશે, એ અંગે પણ રોહિત એ કહ્યુ હતુ કે, અમે અમારા કોમ્બિનેશનનો ખુલાશો નથી કરી શકતા. શુક્રવાર સુધી તે માટે રાહ જોવી પડશે.

આગળ વાત કરતા કહ્યુ હતુ કે, તેમની ભૂમિકા નહી બદલાય તે જેવી બેટીંગ કરતા હતા તેવી જ બેટીંગ કરશે. જો અમે શરુઆતમાં જ સારી બેટીંગ કરતા હોય તો આ એક ટીમ માટે સારી શરુઆત અપાવવા થી જોડાયેલી છે. મારા માટે કંઇજ બદલાયેલુ નથી. લક્ષ્યનો પિછો કરવાનુ વલણ એ જ રહેશે, પરંતુ માનસિકતા બદલાઇ જશે, કારણ કે તમારે અનેક ચીજોનુ આંકલન કરવાનુ હોય છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

ઇંગ્લેંડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં રોહિત શર્માએ 144 બોલ પર 49 રન બનાવ્યા હતા. તેની પર પણ કહ્યુ હતુ કે તે પરિસ્થિતીઓને અનુરુપ હતુ, મે માત્ર 49 રન બનાવ્યા હતા પરંતુ દોઢસો બોલ રમ્યો હતો. વ્યક્તિગત રીતે એ મારા માટે મોટી જીત હતી. તે બહાર બોલીંગ કરી રહ્યા હતા, તેઓ મને શોટ રમવા માટે લલચાવી રહ્યા હતા. પરંતુ મેં પ્રકૃતીની વિપરીત બેટીંગ કરી હતી. મેં પોતાની પર નિયંત્રણ બનાવ્યુ હતુ. તે વાસ્તવમાં સંતોષજનક હતુ.

Next Article