IND vs ENG: ટીમ ઈન્ડિયા સાથે જોડાવવા શિખર ધવન, શ્રેયસ ઐયર જયપુરથી અમદાવાદ સુધી કારથી પહોચ્યા

|

Mar 04, 2021 | 9:47 AM

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન શિખર ધવન (Shikhar Dhawan) અને શ્રેયસ ઐયર (Shreyas Aiyar) ઇંગ્લેંડ સામે રમાનારી 5 મેચોની T20 શ્રેણીના માટે ટીમ ઇન્ડીયા (Team India) ની સાથે જોડાઇ ગયા છે. આજ થી શરુ થતી ટેસ્ટ મેચ બાદ આગામી 2 માર્ચ થી ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે T20 શ્રેણી રમાનારી છે.

IND vs ENG: ટીમ ઈન્ડિયા સાથે જોડાવવા શિખર ધવન, શ્રેયસ ઐયર જયપુરથી અમદાવાદ સુધી કારથી પહોચ્યા
Shikhar Dhawan-Shreyas Aiyar

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન શિખર ધવન (Shikhar Dhawan) અને શ્રેયસ ઐયર (Shreyas Aiyar) ઇંગ્લેંડ સામે રમાનારી 5 મેચોની T20 શ્રેણીના માટે ટીમ ઇન્ડીયા (Team India) ની સાથે જોડાઇ ગયા છે. આજ થી શરુ થતી ટેસ્ટ મેચ બાદ આગામી 2 માર્ચ થી ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે T20 શ્રેણી રમાનારી છે. 5 મેચોની T20 શ્રેણી અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાનારી છે. આ માટે શિખર ધવન અને શ્રેયસ ઐયર બંને ટીમ ઇન્ડીયા સાથે જોડાઇ ગયા છે. પરંતુ તેઓ ટીમ સાથે જોડાવા માટે 11 કલાકની લાંબી સફર કારમાં કરી હતી. બંને ખેલાડીઓ વિજય હજાર ટ્રોફીમાં હિસ્સો લઇ રહ્યા હતા. જેમાં શિખર ધવન દિલ્હી અને અને ઐયર મુંબઇનુ પ્રતિનિધત્વ કરી રહ્યા છે. બંને બેટ્સમેનો જયપુર થી અમદાવાદ પહોંચ્યા હતા. તે બંને ઇંગ્લેંડ સામેની T20 શ્રેણી માટે ટીમનો હિસ્સો છે.

જયપુર થી અમવાદના લગભગ 678 કિલોમીટર સુધીનો પ્રવાસ તેઓએ કાર મારફત પુરો કર્યો હતો. તેઓ આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા મારફતે આપી હતી.શિખર ધવને પોતાના ટ્વીટર એકાઉન્ટ મારફતે એક તસ્વીર તેની અને ઐયરની શેર કરી છે. જેમાં લખ્યુ છે કે, ટીમ ઇન્ડીયાની સાથે એક વાર ફરી થી જોડાતા ખૂબ સારુ લાગી રહ્યુ છે. તેની સાથે તેણે ભારતનો ઝંડો પણ લગાવ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શ્રેયસ ઐયર એ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી હતી. જેમાં લખ્યુ હતુ કે, 11 કલાકની લાંબી ડ્રાઇવ બાદ તેઓ અમદાવાદ પહોંચ્યા હતા. આવો જોઇએ કે આ મુસ્કાન કેટલો લાંબો સમય સુધી રહે છે.

 

આજે ગુરુવાર થી અમદાવાદમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચ રમાનારી છે. ભારત ટેસ્ટ શ્રેણીમાં 2-1 થી આગળ છે. હવે શ્રેણીની જીત અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં પહોંચવા માટે કમર કસતી રમત દાખવશે.

Next Article