IND vs ENG: રોહિત શર્માએ કુલિદપ યાદવ સાથેની તસ્વીર સાથે ચેતેશ્વર પુજારાને કર્યો ટ્રોલ, ફેંસે પણ રોહિતની મજા લીધી

|

Mar 03, 2021 | 8:23 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ટેસ્ટ સિરીઝને લઇને ચોથી મેચ, ગુરુવારથી અમદાવાદમાં શરુ થનારી છે. આ મેચ દરમ્યાન બંને ટીમોની તૈયારીઓ જોર શોર પર છે.

IND vs ENG: રોહિત શર્માએ કુલિદપ યાદવ સાથેની તસ્વીર સાથે ચેતેશ્વર પુજારાને કર્યો ટ્રોલ, ફેંસે પણ રોહિતની મજા લીધી
યુઝરે લખ્યુ, દોડતા રહો આમ, મોટાપો ઓછો થઇ જશે

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ટેસ્ટ સિરીઝને લઇને ચોથી મેચ, ગુરુવારથી અમદાવાદમાં શરુ થનારી છે. આ મેચ દરમ્યાન બંને ટીમોની તૈયારીઓ જોર શોર પર છે. મેચમાં એક વાર ફરીથી નજર રોહિત શર્મા પર રહેશે. જેણે પાછળની મેચ દરમ્યાન મુશ્કેલ સ્થિતી વચ્ચે પણ શાનદાર રમત દર્શાવતા ટીમ તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. રોહિત શર્મા ફક્ત મેદાન જ નહી પરંતુ મુશ્કેલ પરિસ્થીતીઓ વચ્ચે પણ શાનદાર રમત દર્શાવતા ટીમ તરફથી સૌથી વધારે રન બનાવ્યા છે. રોહિત શર્મા (Rohit Sharma) ટીમના સાથીઓ સાથે પણ મસ્તી ખૂબ કરતો રહેતો હોય છે. તેણે ટ્વીટર પર ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ની ખુબ મજા લીધી હતી.

રોહિત શર્માએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે અને કુલદિપ યાદવ સાથે દોડતા નજર આવી રહ્યા છે. જે ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યુ હતુ કે, 2 દિવસની ફિલ્ડીંગ અને ચેતેશ્વર પુજારાના દરવાજાની ઘંટડી વગાડ્યા બાદ અમે. આ ફોટો ને તેણે કુલદિપ અને પુજારાને પણ ટેગ કર્યા છે. રોહિત શર્મા દ્વારા શેપ કરવામાં આવેલી આ તસ્વીર જોકે હવે સોશિયલ મિડીયા પર જબરદસ્ત વાયરલ થવા લાગી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જેવી તસ્વીરને રોહિત શર્માએ શેપ કરી કે ફેન્સ પણ તેને ટ્રોલ કરવામાં સહેજ પણ વાર લગાડી નહોતી. એક યુઝરે તો તેની પોષ્ટ પર કોમેન્ટ કરતા લખ્યુ હતુંં કે, આમ જ દોડતા રહો ભાઇ મોટાપો ઓછો થઇ જશે.

Next Article