IND vs ENG: રહાણેના ફોર્મ પર સવાલ ઉઠાવનારાઓ પર ગર્જયો રોહિત શર્મા, કહ્યુ ટોચનો ખેલાડી છે રહાણે

|

Feb 14, 2021 | 2:16 PM

ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) એ સાથી બેટ્સમેન અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે જ્યારે પણ મુશ્કેલ સંજોગોમાં ટીમને રનની જરૂર હોય ત્યારે રહાણેએ બેટ્સમેન તરીકે પોતાની શક્તિ બતાવી હતી.

IND vs ENG: રહાણેના ફોર્મ પર સવાલ ઉઠાવનારાઓ પર ગર્જયો રોહિત શર્મા, કહ્યુ ટોચનો ખેલાડી છે રહાણે
રોહિત શર્મા અને રહાણેએ ચોથી વિકેટ માટે 162 રનની ભાગીદારી નોંધાવી હતી.

Follow us on

ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) એ સાથી બેટ્સમેન અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે જ્યારે પણ મુશ્કેલ સંજોગોમાં ટીમને રનની જરૂર હોય ત્યારે રહાણેએ બેટ્સમેન તરીકે પોતાની શક્તિ બતાવી હતી. ચેન્નાઈ (Chennai Test) માં ઇંગ્લેન્ડ (England) સામેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન રહાણેએ ચોથી વિકેટ માટે 162 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિતે રહાણેના 67 રનની પ્રશંસા કરતા કહ્યું કે, અજિંક્ય  ટોચના ખેલાડીઓમાંનો એક છે. તેણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને કેટલીક મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી છે. તેણે ઘણી વાર કરી દેખાડ્યુ છે કે, જ્યારે ટીમને જરુરીયાતના સમયે યોગ્ય રમત રમી છે. આવુ તેણે ઘણી વાર કર્યું છે.

રોહિતે કહ્યું કે મેચની પરિસ્થિતિ પ્રમાણે રહાણે સાથેની તેની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. રોહિતે કહ્યું, ‘જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે લંચ પહેલા ત્રણ વિકેટ પડી હતી. આવી સ્થિતિમાં અમારે ભાગીદારી કરવી જરૂરી હતી. ટીમને તેની જરૂર હોય ત્યારે અમે ઘણી વખત જોયું છે, રહાણેએ પોતાની બેટિંગનો અનુભવ બતાવ્યો હતો અને મુશ્કેલ પરિસ્થિતિમાં રન બનાવ્યા હતા. રોહિત શર્મા એ રહાણેના ફોર્મ અંગે ઉભા થયેલા સવાલો થી નાખુશ લાગ્યો હતો. તેણે કહ્યુ કે, મને સમજાતું નથી કે આમ કેમ થાય છે? જો કે તે સમયે તેની ઇનિંગ્સ ટીમ માટે ઘણી મહત્વપૂર્ણ અને મહત્વની હતી. અમે ટી બ્રેક સુધીમાં ટીમને મજબુત સ્થિતિમાં લઈ ગયા કારણ કે મારું માનવું છે કે, આ પિચ પર 350 350૦ નો સ્કોર સારો રહેશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પ્રથમ દિવસની બેટિંગમાં રોહિત શર્માએ ઘણા સ્વીપ શોટ્સ લગાવ્યા. રોહિત શર્માની રમતને લઇને ભારત પ્રથમ ઇનીંગમાં સ્થિતી મજબુત કરી શક્યુ છે. ભારતે બીજા દિવસની રમતના લંચ બ્રેક સુધીમાં મજબુત સ્થિતીમાં જણાઇ રહ્યુ છે. પ્રથમ ઇનીંગમાં ભારતે 329 રન કર્યા હતા જેના જવાબમાં ઇંગ્લેંડેનો સ્કોર 60 રન પર પાંચ વિકેટ ગુમાવીને પહોંચ્યો છે.

Published On - 2:16 pm, Sun, 14 February 21

Next Article