IND vs ENG: શતક ચુકવાને લઇને ઋષભ પંતને ફેન્સે કર્યો જબરદસ્ત ટ્રોલ, કહ્યુ બીજો સચિન તેંડુલકર

|

Feb 08, 2021 | 8:14 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી ચેન્નાઇ ટેસ્ટના ત્રીજા દીવસની રમત પણ ભારત માટે ખાસ દમદાર રહી નહોતી. ભારતે ઇંગ્લેંડને પ્રથમ દાવના જવાબમાં બેટીંગ કરતા ખરાબ શરુઆત કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગીલ જલ્દીથી આઉટ થઇ ગયા હતા.

IND vs ENG: શતક ચુકવાને લઇને ઋષભ પંતને ફેન્સે કર્યો જબરદસ્ત ટ્રોલ, કહ્યુ બીજો સચિન તેંડુલકર
ઋષભ પંતે 88 બોલમાં 91 રનની પારી રમી હતી

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી ચેન્નાઇ ટેસ્ટના ત્રીજા દીવસની રમત પણ ભારત માટે ખાસ દમદાર રહી નહોતી. ભારતે ઇંગ્લેંડને પ્રથમ દાવના જવાબમાં બેટીંગ કરતા ખરાબ શરુઆત કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગીલ જલ્દીથી આઉટ થઇ ગયા હતા. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને અજીંક્ય રહાણે (Ajinkya Rahane) પણ જલ્દીથી વિકેટ ગુમાવી બેઠા હતા. આમ ભારતીય ક્રિકેટ ચાહકોને નિરાશા સાંપડી રહી હતી. આ દરમ્યાન જોકે ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) અને ઋષભ પંતે (Rishabh Pant) સ્થિતીને સંભાળતી બેટીંગ કરી હતી. પરંતુ આ વખતે ફરી એકવાર પંત શતક ચુકી ગયો હતો. જેને લઇને ફેંન્સ પણ હવે તેને બીજો સચિન કહેવા લાગ્યા હતા.

ભારત પ્રથમ પારીમાં 73 રન પર જ ચાર વિકેટ ગુમાવી ચુક્યુ હતુ. પંતના આવતા જ તે મોટા શોટ્સ રમવા લાગ્યો હતો. 88 બોલમાં તેણે 91 રનની પારી રમી હતી. પંત આ વર્ષમાં જ બીજી વાર નર્વસ નાઇટીઝનો શિકાર બન્યો હતો. આ પેહલા ઓસ્ટ્રેલીયા સામેની સિડની ટેસ્ટ મેચમાં પણ તે 97 રને આઉટ થયો હતો. પંતના આઉટ થવાને લઇને ફેન્સ હવે તેને ટ્વીટર પર મનમુકીને ટ્રોલ કરવા લાગ્યા છે. તેને બીજો સચિન તેંડુલકર કહેવા લાગ્યા છે. કારણ કે પુર્વ ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) પણ અનેક વાર નર્વસ નાઇન્ટીઝ (Nervous Nineties) નો શિકાર થઇ ચુક્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
Next Article