IND vs ENG: ચેન્નાઇ ટેસ્ટમાં ઋષભ પંતે જબરદસ્ત ડાઇવ લગાવી ઝડપ્યો કેચ, સવાલ કરનારાઓની કરી બોલતી બંધ

|

Feb 14, 2021 | 3:17 PM

ટીમ ઇન્ડીયા (Team India) ના યુવા વિકેટકીપર ઋષભ પંત (Rishabh Pant) માટે પાછળનો એક મહિનો ખૂબ સારો પસાર થયો છે. ઓસ્ટ્રેલીયા સામે સિડની અને બ્રિસ્બેનમાં શાનદાર ઇનીંગ રમીને સિરીઝ જીતાડી હતી. હવે ભારતમાં પણ ઇંગ્લેંડ (England) સામે પોતાની શાનદાર બેટીંગ જારી રાખી છે.

IND vs ENG: ચેન્નાઇ ટેસ્ટમાં ઋષભ પંતે જબરદસ્ત ડાઇવ લગાવી ઝડપ્યો કેચ, સવાલ કરનારાઓની કરી બોલતી બંધ
દર્શકોએ જાણે કે તેના કેચ પર જશ્ન મનાવ્યો હતો.

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) ના યુવા વિકેટકીપર ઋષભ પંત (Rishabh Pant) માટે પાછળનો એક મહિનો ખૂબ સારો પસાર થયો છે. ઓસ્ટ્રેલીયા સામે સિડની અને બ્રિસ્બેનમાં શાનદાર ઇનીંગ રમીને સિરીઝ જીતાડી હતી. હવે ભારતમાં પણ ઇંગ્લેંડ (England) સામે પોતાની શાનદાર બેટીંગ જારી રાખી છે. બેટીંગ થી તે આલોચકોને જવાબ આપી રહેલા પંતે હવે, વિકેટકીપીંગમાં પણ પોતાનો દમ દેખાડવો શરુ કર્યો છે. પોતાની કિપીંગને લઇને હંમેશા નિશાના પર રહેવા વાળા ઋષભ પંત એ હવે કીપીંગના મોરચા પર પણ પોતાના દેખાવના પ્રયાસ શરુ કર્યા છે. ઇંગ્લેંડ સામેની ચેન્નાઇ (Chennai Test) માં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં પંત એ એક આશ્વર્યજનક કેચ ઝડપીને ભારતને વિકેટની સફળતા અપાવવા સાથે સૌને ચોંકાવી દીધા છે.

ચેન્નાઇ ટેસ્ટના બીજા દિવસે ભારતે પ્રથમ સેશનમાં જ 4 વિકેટ ઝડપી લઇને ઇંગ્લેંડને મુસીબતમાં મુકી દીધુ હતુ. 125 રનના આંકડાએ પહોંચવા પહેલા જ ઇંગ્લેંડે પોતાની 8 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા મહંમદ સિરાજે બોલીંગમાં લગભગ 38 ઓવરની રાહ જોવી પડી હતી. પરંતુ એટેક પર આવતા જ તેણે સફળતા હાંસલ કરી હતી. સિરાજે ભારતીય જમીન પર પ્રથમ બોલ નાંખતા શોર્ટ બોલ લેગ સાઇડ તરફ જઇ રહ્યો હતો. ઇંગ્લેંડના બેટ્સમેન ઓલી પોપ એ તેને ફાઇન લેગ પર રમવા માંગ્યો હતો, પરંતુ બોલને બેટનો કિનારો કરી લીધો હતો. વિકેટ પાછળ ઋષભ પંત એ ઝડપ થી લાંબી ડાઇવ લગાવી હતી અને એક હાથે જ જબરદસ્ત કેચ ઝડપી લીધો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઋષભ પંતનો કેચ જોઇને પૂરી ટીમે તેને ઘેરી લીધો હતો અને સ્ટેડીયમમાં ઉપસ્થિત દર્શકો પણ ઉત્સાહથી ઝુમી ઉઠ્યા હતા. દર્શકોએ જાણે કે તેના કેચ પર જશ્ન મનાવ્યો હતો. ઓલી પોપ 22 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આ સાથે જ 35 રનની ભાગીદારીનો અંત પણ આવ્યો હતો.

https://twitter.com/Imsurbhis/status/1360884421486809095?s=20

Next Article