IND vs ENG: અમદાવાદના સ્ટેડિયમમાં T20 ક્રિકેટ મેચ જોવા ગયેલા પૈકી 22 દર્શકો કોરોના પોઝિટીવ !

|

Mar 26, 2021 | 4:52 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) શ્રેણીને લઇને કોરોના સંદર્ભે જાણકારી સામે આવી છે. બંને ટીમો વચ્ચે અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાયેલી પાંચ T20 મેચોની સિરીઝ રમાઇ હતી.

IND vs ENG: અમદાવાદના સ્ટેડિયમમાં T20 ક્રિકેટ મેચ જોવા ગયેલા પૈકી 22 દર્શકો કોરોના પોઝિટીવ !
Narendra Modi Stadium

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) શ્રેણીને લઇને કોરોના સંદર્ભે જાણકારી સામે આવી છે. બંને ટીમો વચ્ચે અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાયેલી પાંચ T20 મેચોની સિરીઝ રમાઇ હતી. સિરીઝની પ્રથમ મેચ જોવા પહોંચેલા હજારો દર્શકોમાંથી 22 લોકો કોરોના (Corona virus) પોઝિટીવ હોવાનુ સામે આવ્યુ છે. આ તમામ પ્રશંસકો અમદાવાદના ઇન્ડીયન ઇસ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIMA ના વિધ્યાર્થી છે. અમદાવાદ મિરરના રિપોર્ટનુસાર  12 માર્ચે પ્રથમ T20 મેચ જોવા પહોંચેલા પાંચ વિધ્યાર્થી 16 માર્ચએ કોરોના પોઝિટીવ તરીકે સામે આવ્યા હતા. જેના બાદ IIMA એ પોતાના કેમ્પસમાં ટેસ્ટ કરવાની શરુઆત કરી હતી. સંસ્થામાં હાલ લગભગ 2500 જેટલા વિધ્યાર્થીઓ કેમ્પસમાં રહે છે અને કેટલાક બહારથી આવે છે. આવામાં હજારો લોકો પર કોરોના સંક્રમણનો ખતરો મંડરાવવા લાગ્યો છે.

સંસ્થાના એક અધિકારીએ બતાવ્યુ હતુ કે અમે ગુરુવારે 90 લોકોના ટેસ્ટ કર્યા હતા. જેમના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. અમે કેટલાક અન્ય પગલા પણ ઉઠાવ્યા છે. ફૂ઼ડ કોર્ટમાં ખાણી પીણી બંધ કરી દેવામાં આવ્યુ છે. ત્યાંથી ફુડ ફક્ત પાર્સલ પેક લઇ જવાની છુટ રખાઇ છે. સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ક્લાસીસ પુર્ણ રીતે ઓનલાઇન કરી દેવામાં આવ્યા છે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચે પાંચ મેચોની T20 સિરીઝ શરુઆતની બંને મેચોમાં દર્શકોને સ્ટેડિયમમાં મેચ જોવા અંગે અનુમતી હતી. જોકે તેના બાદ બાકીની ત્રણ મેચ દર્શકો વિના રમવામાં આવી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જોકે હાલ તો સંસ્થાના વિધ્યાર્થીઓએ આરોપ લગાવ્યા હતા કે, ઇન્સ્ટીટ્યૂટને કોરોના સંક્રમિત વિધ્યાર્થીઓને આઇસોલેટ કરવામાં આવ્યા નથી અને તેમને 18 અને 19 માર્ચ સુધી ઓફલાઇન પરીક્ષામાં ભાગ લેવાથી પણ રોકવામાં નહોતા આવ્યા. આ માટે વિધ્યાર્થીઓએ ઓનલાઇન પરિક્ષા લેવા માટે અપિલ કરવામાં આવી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. વિધ્યાર્થીઓએ કોરોના કેસોની સંખ્યા વધવા ને લઇને આ વાતને જવાબદાર ઠેરવી છે. એક વિધ્યાર્થીએ બતાવ્યુ હતુ કે, કોવિડ પોઝિટીવ વિધ્યાર્થીઓના સંપર્કમાં આવેલા વિધ્યાર્થીઓ પણ જોખમમાં આવી ચુક્યા છે. તેના પછી પણ પરિક્ષા રદ કરવામાં આવી નહોતી. તો IIMA એ આ તમામ આક્ષેપોને આધારહિન ગણાવ્યા છે.

Next Article