Ind vs Eng 5th T20I: રોહિત-વિરાટની અડધી સદી, અંગ્રેજોને જીતવા માટે 225 રનનો ટાર્ગેટ

|

Mar 20, 2021 | 9:15 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે T20 સિરિઝની આજે પાંચમી અને નિર્ણાયક T20 મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી ભારતને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ.

Ind vs Eng 5th T20I: રોહિત-વિરાટની અડધી સદી, અંગ્રેજોને જીતવા માટે 225 રનનો ટાર્ગેટ
Rohit Sharma- Virat Kohli

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે T20 સિરિઝની આજે પાંચમી અને નિર્ણાયક T20 મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી ભારતને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ટીમ વતી કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ખુદ જ ઓપનીંગ કરવા મેદાન પર પહોંચ્યા હતા. રોહિત શર્મા (Rohit Sharma) સાથે મળીને બંનેએ 94 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત અને વિરાટ બંનેએ અર્ધ શતક લગાવ્યા હતા. ભારતે ઈંગ્લેન્ડ સામે 225 રનનુ લક્ષ્ય માત્ર 2 વિકેટ ગુમાવીને રાખ્યુ હતુ.

 

ભારતની બેટીંગ
ભારતીય ટીમ મેનેજમેન્ટે આજે રણનીતી બદલી હતી અને તેમાં સફળ રહ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી ખુદ જ રોહિત શર્મા સાથે ઓપનીંગમાં આવી પહોંચી અંત સુધી ક્રિઝ પર ટકી રહીને 80 રનની રમત રમી હતી. શરુઆતમાં કોહલીએ રોહિત શર્માને સાથ આપ્યો હતો અને સ્કોર બોર્ડને રોહિત શર્મા આગળ વધારતો હતો. રોહિતે આક્રમક શૈલીથી રમત દર્શાવીને 34 બોલમાં 64 રન કર્યા હતા. રોહિતે 5 છગ્ગા લગાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 52 બોલની રમત રમીને અણનમ 80 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવે 17 બોલમાં 32 રન કર્યા હતા, જ્યારે હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 2 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 39 રન કર્યા હતા. આમ ભારતે એક આયોજનબદ્ધ સાથેની રમત રમીને મોટો સ્કોર ખડકી દર્શાવવામાં સફળ રહ્યુ હતુ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ઈંગ્લેંડની બોલીંગ
આજે ઈંગ્લેન્ડના બોલરો પુરી ઈનીંગ દરમ્યાન સંઘર્ષની સ્થિતીમાં જોવા મળ્યા હતા. નાતો વિકેટ હાથ લાગી રહી હતી કે નાતો રન અટકતા હતા. એક માત્ર આદિલ રશિદે રન પર નિયંત્રણ કરતી બોલીંગ કરવામાં સફળતા મેળવી હતી. તેણે એક વિકેટ પણ ઝડપી હતી. આદિલે 4 ઓવરમાં 31 રન આપ્યા હતા. જ્યારે ક્રિસ જોર્ડને સૌથી વધુ 4 ઓવરમાં 57 રન લુટાવ્યા હતા. જોફ્રા આર્ચર તો રનના વરસાદ વચ્ચે લાઇન લેન્થ જાળવવામાં મુશ્કેલી ઉભી થઇ હોય એમ પાંચ વાઇડ બોલ નાંખ્યા હતા. તેણે 4 ઓવરમાં 43 રન આપ્યા હતા. માર્ક વુડ પણ આજે બોલીંગમાં ખાસ દમ દાખવી શક્યો નહોતો, વિકેટ પણ ના મળી અને તે 4 ઓવરમાં 53 રન આપ્યા હતા.

Next Article