IND vs ENG: બીજી ટેસ્ટમાં ભારત માટે ટેસ્ટ ચેમ્પિયનશીપ અને સન્માન દાવ પર, કોહલીની કસોટી

|

Feb 12, 2021 | 11:37 PM

13 ફેબ્રુઆરીથી ચેન્નાઈ (Chennai Test)ના એમએ ચિદંબરમ સ્ટેડિયમ (MA Chidambaram Stadium)માં એક વાર ફરીથી ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ટેસ્ટ મેચ જામશે.

IND vs ENG: બીજી ટેસ્ટમાં ભારત માટે ટેસ્ટ ચેમ્પિયનશીપ અને સન્માન દાવ પર, કોહલીની કસોટી

Follow us on

13 ફેબ્રુઆરીથી ચેન્નાઈ (Chennai Test)ના એમએ ચિદંબરમ સ્ટેડિયમ (MA Chidambaram Stadium)માં એક વાર ફરીથી ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ટેસ્ટ મેચ જામશે. આ ટેસ્ટ મેચ અને અનેક પ્રકારે મહત્વની બની રહેશે, સિરીઝની દિશા પણ આ મેચથી નક્કી થશે. ICC વર્લ્ડ ચેમ્પિયનશીપ (WTC)ના ફાઈનાલિસ્ટનો નિર્ણય પણ આ ટેસ્ટ મેચથી થઈ શકે છે. આ બધા કરતા વધારે ભારતીય ટીમ (Team India) માટે સન્નમાનની લડાઈ વધુ મેચથી જોડાયેલી રહેશે. ખાસ રુપે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ના માટે પણ. કારણ કે તેની કેપ્ટનશીપમાં ભારત સતત ચાર વાર ટેસ્ટ મેચ હારી ચુક્યુ છે. આ મેચમાં કોઈ પણ ભૂલ અનેક આશાઓ સાથે સારા રેકોર્ડ અને સન્માનને પણ નુકશાન પહોંચાડી શકે છે. પ્રથમ મેચ ભારતે 227 રને ગુમાવી હતી.

 

સ્પિનરને મદદ મળશે

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

ટીમ ઈન્ડીયા માટે કેટલાક અંશે રાહતના સમાચાર પીચને લઈને છે. ટીમના વાઈસ કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane)એ બતાવ્યુ હતુ કે, પીચ પહેલા કરતા અલગ છે. આ પીચ પર પહેલા દિવસથી જ સ્પિનરને મદદ મળી રહેશે. ત્રણ સ્પિનર સાથે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમને તે કમી ખૂબ રહી હતી. આવામાં એક વાર ફરીથી ભારતીય ટીમ ત્રણ સ્પિનર સાથે મેદાનમાં ઉતરશે. તેમાં કોઈ સંદેહ નથી.

ઘર આંગણે સન્માનની વાત

સિરીઝની રીતે જોઈએ તો ભારતે શ્રેણી જીતવા માટે વાપસી કરવાનો આ એક જ મોકો છે. જો ઈંગ્લેન્ડ જીત મેળવશે તો ભારત 10 વર્ષમાં પ્રથમવાર સિરીઝ હારવાના ખતરાના દબાણમાં આવી જશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતમાં હજુ એક પણ શ્રેણી ઘર આંગણે હારી નથી. આમ આ ટેસ્ટ પણ મહત્વપુર્ણ બની રહેશે.

 

ટેસ્ટ ચેમ્પિયનશીપની આશા

ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સ્થાન મેળવવા માટે ઓછામાં ઓછી બે મેચ જીતવી જરુરી છે. એક મેચને ઓછામાં ઓછી ડ્રો કરાવવી જરુરી છે. જે માટે ટીમ ઈન્ડીયાએ શરુઆત આ ટેસ્ટથી જ કરવી પડશે. ભારત પાસે ફાઈનલમાં પહોંચવા માટે સિરીઝને 3-1 અથવા 2-1થી જીતવા સિવાય કોઈ જ ઉકેલ નથી.

 

વિરાટ કોહલીની આકરી પરીક્ષા

કેપ્ટનશીપની પણ આકરી પરીક્ષા બની રહેવાની છે. અત્યાર સુધી ટેસ્ટમાં સારા પરિણામો મેળવતો રહેલો વિરાટ કોહલી પહેલીવાર આ પ્રકારના સમયથી પસાર થઈ રહ્યો છે. 2020થી અત્યાર સુધીમાં 4 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરનાર વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ તમામ મેચ હારી ચુક્યુ છે. આવુ તેની કેરિયરમાં પ્રથમ વાર થયુ છે. જેની પર અજીંક્ય રહાણેની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલીયામાં મુશ્કેલ હાલતમાં મળેલી જીત બાદ કેપ્ટનશીપમાં પરિવર્તનની માંગ ઉભી થઈ હતી. કોહલીએ તે માંગને ઠારવવી હોય તો આ મેચને જીતવી અને તેમાં સારો દેખાવ કરવો આવશ્યક છે.

 

ભારતીય ટીમનું સંતુલન

ટીમ ઈન્ડીયામાં ખાસ બદલાવની આશાઓ નહિવત છે. બેટીંગમાં રોહિત શર્મા અને અજીંક્ય રહાણેના પ્રદર્શન પર સવાલો ઉઠવા લાગ્યા છે. પરંતુ કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટ બંનેએ તેમનો બચાવ કર્યો છે. આવામાં બેટીંગમાં પરિવર્તન શક્યતાઓ નથી. આવી જ રીતે ઝડપી બોલીંગમાં પણ કોઈ બદલાવની શક્યતા નથી. પ્રથમ ટેસ્ટ મેચ જીતવાની સ્થિતીમાં જસપ્રિત બુમરાહને આરામ આપી શકાયો હોત, પરંતુ હાલમાં સિરીઝમાં પરત ફરવા બુમરાહની હાજરી જરુરી છે.

 

વોશિંગટન સુંદરને બોલીંગમાં ખાસ સફળતા મળી નથી. જોકે તેણે બેટીંગમાં ભરોસો કેળવ્યો છે. આમ આવામાં ત્રીજા સ્પિનર માટેનો સવાલ બની રહ્યો છે. કુલદિપ યાદવના સ્થાને શાહબાઝ નદિમને સ્થાન પ્રથમ ટેસ્ટમાં અપાયુ હતુ. જેની મેચ ખતમ થવા સુધી આલોચના થતી રહી હતી. નદિમ કોઈ રીતે પ્રભાવ છોડી શક્યો નહોતો. અક્ષર પટેલ ફિટ થતાં હવે તે ટીમમાં સામેલ થઈ શકે છે, તેને ટીમમાં સ્થાનને લઈને પ્રાથમિકતા મળી શકે એમ છે.

 

ઈંગ્લેન્ડની ટીમમાં 4 ફેરફાર

ઈંગ્લેન્ડની ટીમમાં 4 ફેરફારો જીત બાદ પણ કરવામાં આવ્યા છે. ટીમની પાસે બેન ફોક્સના રુપમાં નવો વિકેટકીપર સામેલ થયો છે. જેમ્સ એન્ડરસનની જગ્યા સ્ટુઅર્ટ બ્રોડ લેશે. ટીમ ઈંગ્લેન્ડ અંતિમ બંને મેચ માટે એન્ડરસનને ફીટ રાખવા માંગે છે. જ્યારે જોફ્રા આર્ચર ઈજાને લઈને બહાર થઈ ગયો છે. તેની સ્થાન પર ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ અને ઝડપી બોલર ઓલી સ્ટોન હાજર છે તો સ્પિનર ડોમ બેઝના સ્થાન પર મોઈન અલીને સ્થાન મળ્યુ છે.

 

 

Next Article