IND vs ENG: બીજા દિવસની રમત પહેલા ભારત મજબૂત સ્થિતીમાં, છતા વિરાટ કોહલીને સતાવી રહી છે આ ચિંતા

|

Feb 25, 2021 | 9:16 AM

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) દ્રારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) નુ ઉદઘાટન થયા બાદ ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ની ટેસ્ટ શ્રેણીની શરુઆત થઇ હતી. મેચના પ્રથમ દિવસે જ ભારતીય સ્પિનરોના શાનદાર પ્રદર્શનને લઇને ઇંગ્લેંડ બેકફુટ પર આવી ચુક્યુ હતુ.

IND vs ENG: બીજા દિવસની રમત પહેલા ભારત મજબૂત સ્થિતીમાં, છતા વિરાટ કોહલીને સતાવી રહી છે આ ચિંતા
Virat Kohli

Follow us on

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) દ્રારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) નુ ઉદઘાટન થવાના બાદ ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ની ટેસ્ટ શ્રેણીની શરુઆત થઇ હતી. મેચના પ્રથમ દિવસે જ ભારતીય સ્પિનરોના શાનદાર પ્રદર્શનને લઇને ઇંગ્લેંડ બેકફુટ પર આવી ચુક્યુ હતુ. જેમાં ભારતીય સ્પિનર અક્ષર પટેલ (Akshar Patel) અને રવિચંદ્રન અશ્વિન (Ashwin) ની જોડીએ ડે નાઇટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઇંગ્લેંડને માત્ર 112 રન પર જ સમેટી લીધુ હતુ. તેના બાદ ભારતીય ટીમ એ પ્રથમ દિવસની રમતના અંતે 3 વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા હતા. આમ આ સમયે ટીમ ઇન્ડીયા (Team India) મજબૂત સ્થીતીમાં છે, પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને એક વાતની ચિંતા સતાવી રહી છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ચિંતા દર્શાવતા કહ્યુ હતુ કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર લાઇટ્સ દ્રશ્યતા પર સીધી અસર પડી શકે છે. સાથે જ ખેલાડીઓએ જલ્દી થી પોતાના તેને અનુરુપ થવુ પડશે. વિશ્વના સૌથી મોટા નવનિર્મિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પારંપારિક ફ્લડ લાઇટ નથી, પરંતુ છતના પરિમાપમાં જ એલઇડી લાઇટ ફીટ કરવામાં આવી છે. જે દુબઇ ના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમના ‘રિંગ ઓફ ફાયર’ની માફક છે. જેના થી ફિલ્ડીંગ કરવામાં મુશ્કેલી આવી શકે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Narendra Modi Stadium

કોહલીએ એ કહ્યુ હતુ કે, માહોલ ખૂબ જ રોમાંચક છે. હું બેઠકોના રંગ થી વધારે લાઇટ્સ ને લઇને ચિંતીત છું. તેમણે કહ્યુ કે, આવી લાઇટ્સમાં બોલને જોવામાં મુશ્કેલી ઉભી થાય છે. આ પ્રકારના સ્ટેડિયમમાં અમે દુબઇમાં પણ રમ્યા હતા. અમારે તેના અનુરુપ જલ્દી થી ઢળી જવુ પડશે. દુબઇમાં પાછળના વર્ષે આઇપીએલ દરમ્યાન આ પ્રકારની લાઇટ્સમાં અનેક આસાન કેચ ફિલ્ડરોથી છુટ્યા હતા. ભારતીય ઇનીંગ દરમ્યાન ઇંગ્લેંડ ના ફિલ્ડરોએ વિરાટ કોહલીનો એક આસાન કેચ પણ છોડ્યો હતો. જોકે વિરાટ કોહલી તેનો વધારે ફાયદો ઉઠાવી શક્યા નહોતા અને 27 રન કરીને જ ક્લીન બોલ્ડ થઇ પેવેલિયન ફર્યો હતો.

Next Article