IND vs ENG: અમદાવાદ ટેસ્ટની પિચને લઇ કોહલીના નિવેદન પર ઇંગ્લેંડના પૂર્વ કેપ્ટને નારાજગી દર્શાવી

|

Feb 27, 2021 | 12:59 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાં ટીમ ઇન્ડીયા (Team India) એ દસ વિકેટથી શાનદાર જીત મેળવી હતી. આ પુરી મેચ બે દિવસમાં જ સમાપ્ત થઇ ગઇ હતી. જેના બાદથી જ પિચને લઇને અલગ અલગ પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી.

IND vs ENG: અમદાવાદ ટેસ્ટની પિચને લઇ કોહલીના નિવેદન પર ઇંગ્લેંડના પૂર્વ કેપ્ટને નારાજગી દર્શાવી
વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, બોલ બેટ પર આસાની થી આવી રહ્યો હતો.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાં ટીમ ઇન્ડીયા (Team India) એ દસ વિકેટથી શાનદાર જીત મેળવી હતી. આ પુરી મેચ બે દિવસમાં જ સમાપ્ત થઇ ગઇ હતી. જેના બાદ થી જ પિચને લઇને અલગ અલગ પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. તો ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) જેવા બેટ્સમેન પિચને લઇને બચાવ કરી રહ્ચા છે. તો ઇંગ્લેંડના પૂર્વ ક્રિકેટર તેની ખૂબ જ આલોચના કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાયેલી જે મેચમાં બીજા દિવસની રમતમાં 17 વિકેટ પડી હતી. જેના બાદ પિચને લઇને ચર્ચા શરુ થઇ હતી. હવે ઇંગ્લેંડના પૂર્વ કેપ્ટન એન્ડ્ર્યુ સ્ટ્રોસ (Andrew Atrauss) એ પોતાના નારાજગી પ્રદર્શિત કરી છે.

ઇએસપીએન ના મુજબ એન્ડ્રયુ સ્ટ્રોસ એ એક ચેનલ સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે, પિચમાં કોઇ જ ખામી નથી એ કહેવા પર કુકની વાત થી હું સહમત છુ. તેમણે કહ્યુ હતુ કે, જો રુટને જ જુઓ, શાનદાર ફોર્મમાં છે. પરંતુ જે રીતે તે 19 રન પર આઉટ થયો, તે પણ બે ત્રણ વખત જે એ દર્શાવી રહ્યુ છે કે પિચ કેવી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

પિચને લઇને કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, બોલ બેટ પર આસાની થી આવી રહ્યો હતો. હા ઓડ બોલ ટર્ન લઇ રહ્યો હતો. પરંતુ બંને તરફ થી બેટ્સમેનોએ સારી રમત નહોતી દર્શાવી. 30 માંથી 21 વિકેટ સિધા બોલ પર જ ગુમાવી હતી. અમારે વધારે એકાગ્રતા દર્શાવવાની જરુર હતી. ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાઇ રહેલી ચાર મેચોની સિરીઝમાં ટીમ 2-1 થી આગળ છે. સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ આગામી 4 માર્ચ થી અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી છે.

Published On - 12:58 pm, Sat, 27 February 21

Next Article