IND vs ENG: ઇંગ્લેંડના ઓપનર જેક ક્રાઉલીને પંતે ચિઢવીને પરેશાન કરી મુકવા દરમ્યાન જ ગુમાવી વિકેટ, જુઓ

|

Mar 04, 2021 | 6:12 PM

ઋષભ પંત (Rishabh Pant) વિકેટ પાછળ પોતાની કોમેન્ટરી કરવાને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન તેણે કાંગારુ ખેલાડીઓને તેણે વિકેટ પાછળથી કોમેન્ટ કરી-કરીને પજવી મુક્યા હતા.

IND vs ENG: ઇંગ્લેંડના ઓપનર જેક ક્રાઉલીને પંતે ચિઢવીને પરેશાન કરી મુકવા દરમ્યાન જ ગુમાવી વિકેટ, જુઓ
ઓવરના પાંચમાં બોલ પહેલા ઋષભ પંતનો અવાજ સ્ટંપ માઇકમાં રેકોર્ડ થયો હતો.

Follow us on

ઋષભ પંત (Rishabh Pant) વિકેટ પાછળ પોતાની કોમેન્ટરી કરવાને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન તેણે કાંગારુ ખેલાડીઓને તેણે વિકેટ પાછળથી કોમેન્ટ કરી કરીને પજવી મુક્યા હતા. તો વળી તેના ગીત ગાવાના સ્ટંપ માઇક ઓડિયો વાયરલ (Stump mic audio viral) થતા પણ મજેદાર ચર્ચામાં રહ્યો હતો. આવો જ માહોલ હાલમાં અમદાવાદમાં ચાલી રહેલી ભારત અને ઇંગ્લેંડ (India vs England)વચ્ચેની ટેસ્ટ મેચમાં જોવા મળ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium)માં રમાઇ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ દરમ્યાન તેણે ક્રાઉલીને પરેશાન કર્યો હતો. પંતની વાતોથી પરેશાન થઇને જાણે કે ઇંગ્લેંડનો બેટ્સમેન જેક ક્રાઉલી (ak Crawley) ખોટો શોટ રમવા જતા વિકેટ ગુમાવી બેઠો હતો.

ઇંગ્લેંડની બેટીંગ ઇનીંગ દરમ્યાન 8 મી ઓવરમાં અક્ષર પટેલ (Akshar Patel)બોલીંગ કરી રહ્યો હતો. ઓવરના પાંચમાં બોલ પહેલા ઋષભ પંતનો અવાજ સ્ટંપ માઇકમાં રેકોર્ડ થયો હતો. જેમાં તે કહી રહ્યો છે કે, ‘કોઇને ગુસ્સો આવી રહ્યો છે’. આ સાથે જ તે પોતાના તરફથી બોલરોનો ઉત્સાહ વધારતો પણ જોવા મળી રહ્યો હતો. પંતના લગાતાર ચિઢાવવાને લઇને આગળના બોલ પર જેક ક્રાઉલીએ અક્ષરના બોલ ને આગળ આવીને મોટા શોટને રમવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સિરાજને મિડ ઓફ પર આસાન કેચ આપી બેઠો હતો અને માત્ર 9 રન કરીને તે પેવેલિયન પરત ફર્યો હતો.

https://twitter.com/Trollmama3/status/1367335980638736385?s=20

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

ભારતીય ટીમએ ચોથી ટેસ્ટ માટે પોતાની પ્લેયીંગ ઇલેવનમાં મહંમદ સિરાજને બુમરાહના સ્થાન પર સમાવેશ કરવામાં આવ્યો હતો. બુમરાહએ બીસીસીઆઇ પાસે વ્યક્તિગત કારણ દર્શાવીને રજા માંગી હતી. જેને બીસીસીઆઇ એ મંજૂર રાખીને બુમરાહને રજા આપતા સિરાજને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે ઇંગ્લેંડની ટીમ પણ બે મુખ્ય સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી છે. ઇંગ્લેંડે પ્રથમ ઇનીગંમાં 205 રન કર્યા હતા. જ્યારે ભારતે પ્રથમ દિવસના અંત સુધીમાં 24 રન એક વિકેટ ગુમાવીને કર્યા હતા.

Next Article