IND vs ENG: ઇંગ્લેંડના કેપ્ટન ઇયોન મોર્ગન વન ડે શ્રેણીથી બહાર, જોસ બટલર શ્રેણીમાં કેપ્ટનશીપ સંભાળશે

|

Mar 26, 2021 | 8:46 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England ) વચ્ચે રમાઇ રહેલી ત્રણ મેચોની વન ડે શ્રેણી (ODI Series) ની બીજી મેચ આજે 26 માર્ચે રમાનારી છે. પ્રથમ વન ડે મેચમાં ઇંગ્લેંડ એ ભારત સામે 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ દરમ્યાન ઇયોન મોર્ગન (Eoin Morgan) ઇજાગ્રસ્ત થયા હતા.

IND vs ENG: ઇંગ્લેંડના કેપ્ટન ઇયોન મોર્ગન વન ડે શ્રેણીથી બહાર, જોસ બટલર શ્રેણીમાં કેપ્ટનશીપ સંભાળશે
Eoin Morgan

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England ) વચ્ચે રમાઇ રહેલી ત્રણ મેચોની વન ડે શ્રેણી (ODI Series) ની બીજી મેચ આજે 26 માર્ચે રમાનારી છે. પ્રથમ વન ડે મેચમાં ઇંગ્લેંડ એ ભારત સામે 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ દરમ્યાન ઇયોન મોર્ગન (Eoin Morgan) ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાને લઇને હવે ઇયોન મોર્ગન શ્રેણીની બાકી રહેલી બંને મેચ નહી રમી શકે. એટલે કે મોર્ગેન હવે વન ડે શ્રેણી થી બહાર થઇ ચુક્યા છે. આ ઉપરાંત સેમ બિલીંગ્સ (Same Billings) પણ બીજી વન ડ રમી શકશે નહી. બિલીંગ્સ ને ફિલ્ડીંગ દરમ્યાન કોલર બોનમાં ખેંચાણ થયુ હતુ. પ્રથમ વન ડે મેચ બાદ ભારત અને ઇંગ્લેંડના ખેલાડીઓને ઇજાને લઇને બંને ટીમો માટે ચિંતાનો માહોલ છે. ભારત તરફ થી શ્રેયસ ઐયર (Shreyas Iyer) અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ઇજાગ્રસ્ત થયા છે. ઐયર વન ડે ઇન્ટરનેશનલ સિરીઝ ઉપરાંત ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની આગામી સિઝન થી પણ બહાર થઇ ચુક્યો છે.

રોહિત શર્માને પણ માર્ક વુડનો ઝડપી બોલ હાથની કોણી પર વાગ્યો હતો. જોકે રોહિત શર્માને લઇને હજુ સુધી કોઇ જ અપડેટ સામે આવી શકી નથી. જોસ બટલર બાકી રહેલી બંને મેચમાં ઇંગ્લેંડની ટીમની કેપ્ટનશીપ સંભાળશે. લિયામ લિવિંગસ્ટોન વન ડે આંતરરાષ્ટ્રીય માં ડેબ્યૂ કરશે. ડેવિડ મલાનને કવરના રુપે વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

ઇયોન મોર્ગન મંગળાવારે રમાયેલી પ્રથમ મેચ દરમ્યાન ઇજાગ્રસ્ત થયા હતા. તેમના અંગૂઠા અને તેના પાસેની આંગળીની વચ્ચે ઇજા પહોંચી હતી. તેમજ તેની પર ચાર ટાંકા પણ લેવા પડ્યા હતા. ઇંગ્લેંડના કેપ્ટન મોર્ગન એ ગુરુવાર એ એમસીએ સ્ટેડિયમમાં ફિલ્ડીંગની પ્રેકટીશ બાદ પોતાને અનફીટ જાહેર કર્યા હતા. બિલીંગ્સ પણ પ્રથમ મેચ દરમ્યાન ઇજાગ્રસ્ત થયો હતો. તેણે ગુરુવારે પ્રેકટીશ સેશનમાં બાગ લીધો નહોતો. ડેવિડ મલાનને ટીમમાં સામેલ કરી દેવામાં આવ્યો છે અને તે પસંદગી માટે ઉપલબ્ધ હશે.

Next Article