IND vs ENG: ઇંગ્લેંડની બીજી ઇનીંગમાં 81 રનમાં ઓલઆઉટ, ભારતને જીત માટે 49 રનનુ લક્ષ્ય

|

Feb 25, 2021 | 7:33 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે અમદાવાદમાં ત્રીજી અને ડે નાઇટ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. પ્રથમ ઇનીગમાં બંને ટીમો 150ના આંક ના સ્કોર સુધી પહોંચી શકી નહોતી. ઇંગ્લેંડે પ્રથમ બેટીંગ સાથે મેદાનમાં ઉતરતા માત્ર 112 રન પર જ ઓલઆઉટ થઇ ચુકી હતી.જ્યારે ભારત 145 રન પર ઓલઆઉટ થયુ હતુ.

IND vs ENG: ઇંગ્લેંડની બીજી ઇનીંગમાં 81 રનમાં ઓલઆઉટ, ભારતને જીત માટે 49 રનનુ લક્ષ્ય
Team India

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે અમદાવાદમાં ત્રીજી અને ડે નાઇટ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. પ્રથમ ઇનીગમાં બંને ટીમો 150ના આંક ના સ્કોર સુધી પહોંચી શકી નહોતી. ઇંગ્લેંડે પ્રથમ બેટીંગ સાથે મેદાનમાં ઉતરતા માત્ર 112 રન પર જ ઓલઆઉટ થઇ ચુકી હતી.જ્યારે ભારત 145 રન પર ઓલઆઉટ થયુ હતુ. આમ ભારતે પ્રથમ ઇનીંગના અંતે 33 રનની લીડ મેળવી હતી. બીજી ઇનીંગ માટે મેદાનમાં ઉતરેલી ઇંગ્લેંડની ટીમ ફરી એકવાર અક્ષર પટેલ (Axar Patel) અને અશ્વિન (Ashwin)ની ફિરકી સામે ધ્વસ્ત થતા માત્ર 81 રનનો સ્કોર જ ખડકી શકી હતી. આમ ભારત સામે હવે માત્ર 49 રનનુ જ લક્ષ્ય છે.

 

ઇંગ્લેંડ બીજી ઇનીંગ બેટીંગ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભારત સામે રમતા ઇંગ્લેંડ બીજી ઇનીંગમાં 100 ના આંકડે પહોંચી ના શક્યુ તો, પ્રથમ ઇનીંગમાં પણ માંડ 112 રન પર પહોંચી શક્યુ હતુ. ઇંગ્લેંડની પ્રથમ વિકેટ ઇનીંગના પ્રથમ બોલ પર જ ઓપનર જેક ક્રોલીના સ્વરુપે ગુમાવી હતી. ઇંગ્લેંડેન પ્રથમ ઓવરમાં જ શૂન્ય રન પર 2 વિકેટ ગુમાવતા શરુઆત જ મુશ્કેલ શરુ થઇ હતી. ઇંગ્લેંડ એ 50 રન પુરા કરવામાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. બેન સ્ટોક્સ એ ઇંગ્લેંડ તરફ થી સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન જો રુટ એ 19 રન બનાવ્યા હતા. ઇંગ્લેંડના ચાર ખેલાડીઓ શૂન્ય રન પર જ પેવેલિયન પરત ફર્યા હતા. આમ 81 રન પર જ ઇંગ્લેંડની ટીમ સમેટાઇ ગઇ હતી. બેન સ્ટોક્સ અશ્વિન સામે 11 મી વખત આઉટ થતા અશ્વિને રેકોર્ડ રચ્યો હતો.

ભારત બોલીંગ બીજી ઇનીંગ
ભારત તરફ થી ફરી એકવાર અક્ષર પટેલ અને અશ્વિને રંગ રાખ્યો હતો. અક્ષર પટેલે ઇનીંગની શરુઆત જ વિકેટ સાથે કરતા ભારતીય છાવણીમાં ઉત્સાહ નો માહોલ છવાઇ ગયો હતો. પ્રથમ ઓવરમાં જ ભારતે 2 વિકેટ ઝડપતા ભારતને રાહત સાથે શરુઆત થઇ હતી. અક્ષર પટેલે 5 વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિન એ 4 વિકેટ ઝડપી હતી. આમ અક્ષર ટેસ્ટ મેચ દરમ્યાન 11 વિકેટ ઝડપી ચુક્યો છે. વોશિંગ્ટન સુંદરે એક વિકેટ ઝડપી હતી. અશ્વિને મેચ દરમ્યાન 400 વિકેટ ઝડપવાની ઉપલબ્ધી હાંસલ કરી હતી.

Next Article