IND vs ENG: ઇંગ્લેંડની પિચો પર ગાય-ભેંસ ચરે એટલુ ઘાસ હોય છે, સવાલો કરનારાઓ પર તીખાં થયા ગાવાસ્કર

|

Feb 16, 2021 | 9:47 AM

પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) બીજી ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) ની પિચ પર સવાલ ઉઠાવનારાઓને આડે હાથ લીધા હતા. તેમણે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે કહ્યું કે, જ્યારે ભારતમાં બોલ ટર્ન લેવાનુ શરૂ કરે છે, ત્યારે લોકો તેના પર સવાલ ઉઠાવવાનું શરૂ કરે છે. પરંતુ ત્યારે કોઈ બોલતું નથી, જ્યારે ઇંગ્લેન્ડ (England) માં બોલ જોરદાર સીમ થતો હોય છે.

IND vs ENG: ઇંગ્લેંડની પિચો પર ગાય-ભેંસ ચરે એટલુ ઘાસ હોય છે, સવાલો કરનારાઓ પર તીખાં થયા ગાવાસ્કર
Sunil Gavaskar

Follow us on

પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) બીજી ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) ની પિચ પર સવાલ ઉઠાવનારાઓને આડે હાથ લીધા હતા. તેમણે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે કહ્યું કે, જ્યારે ભારતમાં બોલ ટર્ન લેવાનુ શરૂ કરે છે, ત્યારે લોકો તેના પર સવાલ ઉઠાવવાનું શરૂ કરે છે. પરંતુ ત્યારે કોઈ બોલતું નથી, જ્યારે ઇંગ્લેન્ડ (England) માં બોલ જોરદાર સીમ થતો હોય છે. ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ દરમ્યાન તીખી પ્રતિક્રીયા આપતા કહ્યું હતું. કે ભારતની પિચો પર હંમેશાં સવાલો કરવામાં આવે છે, પરંતુ ઇંગ્લેન્ડમાં ઘાસ ધરાવતી પિચ સારી હોવાનું કહેવાય છે. સુનિલ ગાવસ્કરે સ્પિનની મદદગાર પિચો પર સવાલ ઉઠાવનારાઓને કહ્યું કે, આ ટેસ્ટ મેચ ક્રિકેટ છે. જો તમારે સ્પિન રમવુ નથી, તો ઇન્ડોર એકેડેમીની પિચ પર જાઓ. બોલ ત્યાં એક દમ સીધી આવે છે.

ચેન્નઈની બીજી ટેસ્ટ ની પિચ પર ઇંગ્લેન્ડના ઘણાખરાં ભૂતપૂર્વ ક્રિકેટરોએ સવાલો ઉભા કર્યા હતા. તેમાંથી પૂર્વ કેપ્ટન માઇકલ વોન મોખરે હતા. એમએ ચિદંબરમ સ્ટેડિયમની આ પિચને તેણે બીચ તરીકે ઓળખાવી દીધી હતી. સુનિલ ગાવસ્કરે પિચની ટીકા કરનારાઓને વળતો જવાબ વાળ્યો હતો, એ પણ તીખી ભાષામાં. જ્યારે ઈંગ્લેન્ડમાં કોઈ ગાય કે ભેંસ સરળતાથી ચરી શકે, તેવી પિચ બનાવતી વખતે કોઈ ફરિયાદ કરતું નથી. જ્યારે ભારતે બીજી ઇનિંગ્સમાં 134 નો સ્કોર પાર કર્યો ત્યારે ગાવસ્કરે કહ્યું હતુ. કે ભારત એ ઇંગ્લેંડની પ્રથમ ઇનીંગના સ્કોરને પાછળ છોડી દીધો છે. જેનો મતલબ કે આ પિચ બેટ્સમેનો માટે ખરાબ નથી. એવુ લાગે છે કે, ઇંગ્લેંડના સ્પિનર ફાયદો નથી ઉઠાવી શક્યા, અથવા ભારતે સારી બેટીંગ કરી છે.

આગળ પણ કહ્યુ કે, જો પિચ સારી ના હોય તો, યજમાન ટીમ પણ મામૂલી સ્કોર પર જ આઉટ થઇ જતી. અમે રોહિત શર્માને 150 રન બનાવતો જોયો હતો. બોલની નજીક જઇને તે રમી રહ્યો હતો. પિચની આલોચના કરવી એ યોગ્ય નથી. ઇંગ્લેંડમાં સિમની મદદગાર પિચ હોય છે. ઓસ્ટ્રેલીયા ત્યાં 46 રન પર સમેટાઇ ગયુ હતુ. પુરી મેચમાં બોલ સિમ થતી રહી હતી. કોઇએ તે અંગે કોઇ જ વાત નહોતી કરી. આ હંમેશા ભારતીય પિચોને લઇને જ થતુ રહે છે. જ્યારે પણ બોલ સ્પિન થવા લાગે છે, ત્યારે લોકોને આ સમસ્યા થાય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ એક પડકાર ભરેલી પિચ છે અને મોટેભાગે ક્રિકેટ આમ જ હોય છે. પ્રથમ ટેસ્ટમાં પ્રથમ બે દિવસ જ્યારે કંઇ નહોતુ થઇ રહ્યુ, ત્યારે લોકો કહેતા હતા કે બોરીંગ છે. કંઇ નથી થઇ રહ્યુ. ચેન્નાઇ ટેસ્ટને લઇને 14મી ફેબ્રુઆરીએ ઇંગ્લેંડના માઇકલ વોન થી ઓસ્ટ્રેલીયાના શેનવોર્ન પણ બાખડી પડ્યા હતા. તો ઇંગ્લેંડના જ સ્પિનર ગ્રીમ સ્વાન અને મોન્ટી પાનેસર એ પણ પિચના પક્ષમાં જ ટ્વીટ કર્યુ હતુ.

Next Article