IND vs ENG: શુભમન ગીલનો બેન સ્ટોક્સએ પકડેલ કેચને લઇને વિવાદ સર્જાયો, જુઓ વિડીયો

|

Feb 25, 2021 | 10:06 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી ચાર મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાઇ રહી છે. ડે નાઇટ ટેસ્ટ મેચમાં ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

IND vs ENG: શુભમન ગીલનો બેન સ્ટોક્સએ પકડેલ કેચને લઇને વિવાદ સર્જાયો, જુઓ વિડીયો
Ben Stokes

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી ચાર મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાઇ રહી છે. ડે નાઇટ ટેસ્ટ મેચમાં ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અક્ષર પટેલ (Akshar Patel) અને રવિચંદ્રન અશ્વિન (Ashwin) ની બોલીંગ સામે અંગ્રેજ ટીમે જાણે કે પ્રથમ ઇનીંગમાં ઘુંટણ ટેકવી દીધા હતા. ઇંગ્લેંડની ટીમ માત્ર 112 રન કરીને જ ઓલ આઉટ થઇ ગઇ હતી. અક્ષર પટેલે પ્રથમ ઇનીંગમાં 6 વિકેટ ઝડપી હતી. ટીમ ઇન્ડીયા (Team India) એ પ્રથમ ઇનીગ રમતા શુભમન ગીલ અને ચેતેશ્વર પુજારાના રુપમાં બે વિકેટ ગુમાવી દીધી છે. આ દરમ્યાન ભારતીય બેટીંગ ઇનીંગ દરમ્યાન બેન સ્ટોક્સ (Ben Stokes) દ્રારા પકડવામાં આવેલા કેચને લઇને ખૂબ વિવાદ થવા લાગ્યો હતો.

હકીકતમાં ટીમ ઇન્ડીયાની ઇનીંગના બીજી ઓવર દરમ્યાન સ્ટુઅર્ટ બ્રોડના બહાર જતા બોલને શુભમન ગીલ સમજી ના શક્યો. બોલ બેટના કિનારાને લઇને ને સીધો જ સ્લિપમાં પહોંચ્યો હતો. સ્લીપમાં ફિલ્ડીંગ કરી રહેલા બેન સ્ટોક્સ એ બોલને પકડ્યો હતો. જેને લઇને જોરદાર અપીલ પણ કેચ આઉટની કરાઇ હતી. ફિલ્ડ અંપાયરે શુભમન ગીલને આઉટ ગણાવી નિર્ણય થર્ડ અંપાયર પાસે મોકલ્યો હતો. રિપ્લેમાં તે સ્પષ્ટ જોવા મળી રહ્યુ હતુ કે, બોલ જમીનને અડી ચુક્યો હતો. જેને લઇને થર્ડ અંપાયરે શુભમન ગીલને નોટ આઉટ આપ્યો હતો. જેને લઇને ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ અને બોલર સ્ટુઅર્ટ બ્રોડ ફીલ્ડ અંપાયરથી નારાજગી જાહેર કરતા જોવા મળ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પોતાના ઘરેલુ મેદાન પર રમતા અક્ષર પટેલે શાનદાર બોલીંગ કરતા 6 ઇંગ્લીશ બેટ્સમેનોને પેવેલીયન મોકલ્યા હતા. અક્ષર પટેલ અને અશ્વિન એ મળીને 9 વિકેટ ઝડપી હતી. જ્યારે એક વિકેટ 100મી ટેસ્ટ રમી રહેલા ઇશાંત શર્માએ ઝડપી હતી. ડે નાઇટ ટેસ્ટ મેચમાં બોલીંગ કરતા અક્ષર પટેલ એ બીજો સફળ સ્પેલ નાંખ્યો હતો. આ પહેલા વેસ્ટઇન્ડીઝ ના દેવેન્દ્ર બિશુએ દુબઇમાં પાકિસ્તાન સામે 49 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. તો અક્ષર પટેલ એ 38 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેંડનો પ્રથમ ઇનીંગનો સ્કોર અત્યાર સુધીનો ભારત સામેનો સૌથી ઓછો રહ્યો છે. જ્યારે ઓવરઓલ માં ટીમ ઇન્ડીયા સામે આ ચોથો નિચો સ્કોર ઇંગ્લેંડે નોધાવ્યો છે.

Next Article