IND vs ENG: ચેતેશ્વર પુજારાએ પિંક બોલને લઇને બતાવી ટીમ ઇન્ડીયાની રણનીતી, કહ્યુ શુ હશે મુશ્કેલી

|

Feb 21, 2021 | 10:46 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) માં રમાનારી છે. 24 ફેબ્રુઆરીથી શરુ થઇ રહેલી ડે નાઇટ ટેસ્ટ મેચમાં પિક બોલ (Pink Ball) મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.

IND vs ENG: ચેતેશ્વર પુજારાએ પિંક બોલને લઇને બતાવી ટીમ ઇન્ડીયાની રણનીતી, કહ્યુ શુ હશે મુશ્કેલી
Cheteshwar Pujara

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) માં રમાનારી છે. 24 ફેબ્રુઆરીથી શરુ થઇ રહેલી ડે નાઇટ ટેસ્ટ મેચમાં પિક બોલ (Pink Ball) મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ કહ્યુ હતુ કે, અમદાવાદના મોટેરામાં ફ્લડ લાઇટમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાં એસજી બોલ કેટલો સ્વિંગ કરશે તે અનુમાન કરવુ મુશ્કેલ છે.

ભારતએ ચેપોકની ટર્નીંગ પિચ પર બીજી ટેસ્ટમાં ઇંગ્લેંડને 317 રનથી હરાવીને ચાર ટેસ્ટ મેચની શ્રેણીની સિરીઝ 1-1 થી બરાબર કરી દીધી છે. હવે બધાની નજર આગામી અમદાવાદ ટેસ્ટની પિચ પર લાગેલી છે. ભારતને પિંક બોલ થી રમવાનો વધારે અનુભવ નથી. ભારતે માત્ર બે જ પિંક બોલ ટેસ્ટ રમી છે. પુજારાએ પ્રથમ નેટ સેશન બાદ વર્ચ્યુઅલ મિડીયા કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે, વિશેષ કરીને આ ટેસ્ટમાં બોલ કેટલી સ્વિંગ થઇ શકે છે, તે અંગે અમે નિશ્વિત નથી. તેણે કહ્યુ કે, શરુઆતમાં થોડો સ્વિંગ કરી શકે છે, પરંતુ જેમ જેમ મેચ આગળ વધશે એમ કદાચ તે વધારે સ્વિંગ નહી કરે. પરંતુ પિંક બોલને લઇને અમે કંઇ નહી કહી શકીએ, તેની ભવિષ્યવાણી કરવી એ ખુબ મુશ્કેલ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પુજારાએ કહ્યુ હતુ કે, પિચ તેમને બરાબર લાગી રહી છે. જોકે તે બદલાઇ પણ શકે છે. કારણ કે ટેસ્ટ શરુ થવામાં હજુ સમય છે. તેણે કહ્યુ કે, રેડ બોલથી આ એક અલગ પ્રકારની મેચ હોઇ શકે, પરંતુ પિંક બોલને લઇને કંઇક પણ આંકલન કરવુ એ મુશ્કેલ છે. ક્યારેક ક્યારેક તમે કોઇ અન્ય બાબતની આશા કરો છો અને પિંક બોલથી કંઇક અલગ જ આવી જાય છે. તેમણે કહ્યુ હતુ તે, ખેલાડીના રુપમાં હું સરળતા રાખવાની કોશિષ કરીશ અને પિચની વધારે ચિંતા નહી કરીશ. પુજારાએ કહયુ કે, મેં અનેક ટેસ્ટ રમી છે, પરંતુ પિંક બોલથી મને વધારે અનુભવ નથી. મને લાગે છે કે, એક ટેસ્ટ સિરીઝમાં પિંક બોલ ટેસ્ટની એક જ મેચ રમો છો, તો અનુભવ વધારે મહત્વ ધરાવે છે.

Next Article