INDvsENG: જસપ્રિત બુમરાહની રજાને લઈને કેપ્ટન વિરાટ કોહલીએ બતાવ્યુ કારણ, જાણો શું કહ્યું

|

Feb 28, 2021 | 6:58 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચની શ્રેણીમાં અંતિમ ટેસ્ટ મેચ આગામી 4 માર્ચે રમાનારી છે. અંતિમ ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) પર રમાનારી છે.

INDvsENG: જસપ્રિત બુમરાહની રજાને લઈને કેપ્ટન વિરાટ કોહલીએ બતાવ્યુ કારણ, જાણો શું કહ્યું
Virat Kohli-Jaspreet Bumrah

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચની શ્રેણીમાં અંતિમ ટેસ્ટ મેચ આગામી 4 માર્ચે રમાનારી છે. અંતિમ ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) પર રમાનારી છે. આ દરમ્યાન ટીમ ઈન્ડીયા (Team India) શ્રેણીમાં 2-1થી આગળ છે. શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચમાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah)ને આરામ આપવામાં આવ્યો છે. બુમરાહે BCCI પાસે અંતિમ ટેસ્ટ મેચ દરમ્યાન રજાઓ માંગી હતી. તેમજ તેની ડીમાન્ડને પણ સ્વીકારી લેવાઈ હતી. હવે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ બુમરાહના નહીં રમવાનું અસલી કારણ રજૂ કર્યુ હતુ. કેપ્ટન કોહલીએ કહ્યુ હતુ કે, વર્કલોડ મેનેજમેન્ટ (Workload Management) પર કામ કરી રહ્યો છે.

 

મેચ બાદ કોહલીને જ્યારે બુમરાહને લઈને સવાલ પુછવામાં આવ્યો હતો. જેમાં તેણે કહ્યુ હતુ કે, જ્યારે તેને પુછવામાં આવ્યુ તો તેણે કહ્યુ હતુ કે, વર્કલોડ મેનેજમેન્ટ પર કામ કરી રહ્યા છે તો ઈશાંતને પણ તેની 100મી મેચમાં વધારે બોલીંગ કરવાનો મોકો નહોતો મળ્યો. કોહલીએ કહ્યુ હતુ કે, હું વોશિંગ્ટન સુંદર માટે ખુશ હતો કે તે ત્રણ બોલ ફેંકી શક્યો હતો. આનાથી વધારે ઝડપી ટેસ્ટ મેચ સમાપ્ત થતી નથી જોઈ. વોશિંગ્ટન સુંદર મેચમાં એક વિકેટ પણ મળી હતી. બીસીસીઆઈ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે બુમરાહે અંતિમ ટેસ્ટ મેચથી રજા માંગી હતી. જેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

 

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ બે દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. બીજા દિવસે કુલ 17 વિકેટ પડી હતી. જેના બાદ પીચની પણ ખૂબ જ ટીકા થઈ હતી. જોકે કેપ્ટન કોહલી સહિત અનેક ખેલાડી પીચના સમર્થનમાં વાત કરી ચુક્યા છે. ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડીયાએ 10 વિકેટથી જીત દર્જ કરી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને લઈને હવે અંતિમ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો ટીમ ઈન્ડીયા અંતિમ ટેસ્ટ હારવાથી બચશે તો ફાઈનલમાં પહોંચી જશે.

 

આ પણ વાંચો: IND vs ENG: હાર્દિક પંડ્યાનો ડાઈવ લગાવી કેચ કરતો વીડિયો થયો વાયરલ, મોટેરામાં પ્રેકટીસ દરમ્યાન કેચ કર્યો હતો

Next Article