IND vs ENG: ઇંગ્લેંડની ટીમ માટે મોટો ઝટકો, બીજી ટેસ્ટ મેચમાંથી જોફ્રા આર્ચર બહાર

|

Feb 12, 2021 | 11:27 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચેન્નાઇમાં રમાનારી બીજી ટેસ્ટ મેચ પહેલા જ ઇંગ્લેંડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બોલર જોફ્રા આર્ચર (Joffra Archer) ઇજાને લઇને બહાર થઇ ગયો છે. આર્ચરના હાથની કોણીમાં ઇન્ફેક્શનને લઇને તે બીજી ટેસ્ટમાં રમત થી દુર રહેશે. ઇંગ્લેંડની ટીમએ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને 227 રન થી હાર આપી હતી.

IND vs ENG: ઇંગ્લેંડની ટીમ માટે મોટો ઝટકો, બીજી ટેસ્ટ મેચમાંથી જોફ્રા આર્ચર બહાર
આર્ચરના હાથની કોણીમાં ઇન્ફેક્શનને લઇને તે બીજી ટેસ્ટમાં રમત થી દુર રહેશે.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચેન્નાઇમાં રમાનારી બીજી ટેસ્ટ મેચ પહેલા જ ઇંગ્લેંડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બોલર જોફ્રા આર્ચર (Joffra Archer) ઇજાને લઇને બહાર થઇ ગયો છે. આર્ચરના હાથની કોણીમાં ઇન્ફેક્શનને લઇને તે બીજી ટેસ્ટમાં રમત થી દુર રહેશે. ઇંગ્લેંડની ટીમએ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને 227 રન થી હાર આપી હતી. ઇંગ્લેંડની ટીમ ચાર મેચોની સિરીઝમાં 1-0 થી હાલમાં આગળ છે.

જોફ્રા આર્ચર પ્રથમ ટેસ્ટ મેચમાં સારુ પ્રદર્શન કરી ચુક્યો છે. તેણે પ્રથમ ટેસ્ટમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જેમાં પ્રથમ પારીમાં રોહિત શર્માનો પણ તેણે શિકાર કર્યો હતો. આર્ચર ભારતના બેટ્સમેનોને ખુલીને રમવાનો મોકો નથી આપતો. આર્ચર ઉપરાંત જેમ્સ એંડરસનની બોલીંગ પણ શાનદાર રહી હતી. તેણે પણ બીજી ઇનીંગમાં મહત્વની ત્રણ વિકેટ ઝડપી હતી. સ્પિનર ડોમિનિક બેઝ એ પ્રથમ ઇનીંગમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઇનીંગમાં જેક લીચે 4 વિકેટ ઝડપી હતી. કેપ્ટન જો રુટ એ પણ પોતાની 100મી ટેસ્ટને યાદગાર બનાવતી જીત મેળવી હતી. જેમાં તેણે બેવડી સદી ફટકારી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
Next Article