IND vs ENG: હરભજન કરતા વધુ ટેસ્ટ વિકેટ ઝડપનારા અશ્વિને ભજ્જીની માફી માગી, જાણો શું હતું કારણ

|

Feb 15, 2021 | 6:29 AM

ભારત અને ઇંગ્લેંડ ( India vs England) વચ્ચે રમાઇ રહેલી રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમતના અંતે ઇંગ્લેંડ (England) ને મુશ્કેલીમાં મુકી દીધુ છે. ભારતીય બોલરોએ ઇંગ્લેંડની ટીમને 134 રનમાં જ પેવેલીયનમાં પરત મોકલી દીધી હતી.

IND vs ENG: હરભજન કરતા વધુ ટેસ્ટ વિકેટ ઝડપનારા અશ્વિને ભજ્જીની માફી માગી, જાણો શું હતું કારણ
ભારતમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટનો રેકોર્ડ મહાન લેગ સ્પિનર અનિલ કુંબલેના નામે છે.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ ( India vs England) વચ્ચે રમાઇ રહેલી રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમતના અંતે ઇંગ્લેંડ (England) ને મુશ્કેલીમાં મુકી દીધુ છે. ભારતીય બોલરોએ ઇંગ્લેંડની ટીમને 134 રનમાં જ પેવેલીયનમાં પરત મોકલી દીધી હતી. ટીમ ઇન્ડીયા (Team India) ના સૌથી સિનીયર સ્પિનર રવિચંદ્રન અશ્વિન (R Ashwin) એ ઇંગ્લીશ બેટ્સમેનોને સૌથી વધારે પરેશાન કરી દીધા હતા. અશ્વિન એ 5 વિકેટ ઝડપીને ઇંગ્લેંડના ટોપ ઓર્ડરને ઉખેડી નાંખ્યુ હતુ. ઇંગ્લેંડની પ્રથમ ઇનીંગ દરમ્યાન અશ્વિને પાંચ વિકેટ ઝડપી હતી. તો આ સાથે જ અશ્વિન આ સાથે જ ભારતમાં સૌથી વધારે ટેસ્ટ વિકેટ લેવાના મામલામાં હરભજન સિંહ (Harbhajan Singh) ને પાછળ છોડી દીધો છે. જેને લઇને મેચ બાદ અશ્વિને હરભજનની માફી માંગી હતી.

અશ્વિન ભારતીય જમીન પર સૌથી વધુ ટેસ્ટ વિકેટ ઝડપવામાં હવે બીજા નંબરે પહોંચી ગયો છે. લંચ બાદ અશ્વિન એ ઇંગ્લેંડના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર બેન સ્ટોકસને એક જબરદસ્ત લેગ બ્રેક પર બોલ્ડ કરી દીધો હતો. સ્ટોક્સની વિકેટની સાથે જ અશ્વિન એ ભારતમાં પોતાની 266 મી ટેસ્ટ વિકેટ ઝડપી હતી. આમ સાથે જ અશ્વિને દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહ ને પાછળ છોડી દીધા હતા. ઓફ સ્પિનર અશ્વિન એ ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન આ અંગે વાત કરતા કહ્યુ હતુ કે, જ્યારે મે 2001ની સિરીઝ દરમ્યાન ભજ્જૂ પા ને રમતા જોયા હતા, ત્યારે વિચાર્યુ નહોતુ કે હું દેશ માટે ઓફ સ્પિનરના રુપે રમતો હોઇશ. તે સમયે હું પોતાના રાજ્ય માટે રમી રહ્યો હતો અને બેટીંગમાં કેરિયર બનાવવા માટે ઇચ્છતો હતો. અત્યાર સુધીમાં 76 ટેસ્ટમાં 25.26 ની શાનદાર સરેરાશથી કુલ 391 વિકેટ ઝડપનારો 34 વર્ષીય અશ્વિનને પ્રેસ કોન્ફરન્સમાં આવતા અગાઉ પૂર્ણ રિતે આ ઉપલબ્ધી વિશે માહિતગાર નહોતો.

અશ્વિને હરભજન સિંહના તેના રેકોર્ડને તોડવા પર માફી માંગતા વાત કરી હતી. તેણે કહ્યુ હતુ કે, તે ઉંમરમાં મારા સાથી ખેલાડી મારી મજાક ઉડાવતા હતા, કારણ કે હું ભજ્જૂ પાની માફક બોલીંગ કરતો હતો. તેવી સ્થીતી થી આવવાના બાદ તેમના રેકોર્ડને તોડવા માટે તમારે અવિશ્વનીય રુપે ખાસ હોવુ પડે છે. મને આ અંગે ખ્યાલ નહોતો, હવે જ્યારે મને આ અંગે જાણકારી મળી તો મને ખુબ ખુશી થઇ રહી છે. માફ કરશો ભજ્જૂ પા. અશ્વિન એ 29 વખત પાંચ વિકેટ ઝડપી છે. અને સાત વખત ટેસ્ટમાં 10 વિકેટ ઝડપી ચુક્યો છે. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન 59 રન આપીને 7 વિકેટ ઝડપવાનુ અને મેચમાં 140 રન આપીને 13 વિકેટ ઝડપવાનુ રહ્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

હરભજનના નામે 55 ટેસ્ટમાં 265 વિકેટ છે. તો વળી અશ્વિન ભારતમાં પોતાની 45 મી ટેસ્ટમાં જ હરભજન સિંહ થી આગળ નિકળી ગયા છે. ભારતમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટનો રેકોર્ડ મહાન લેગ સ્પિનર અનિલ કુંબલેના નામે છે. કુંબલે એ ભારતમાં 63 ટેસ્ટ મેચ રમીને 350 વિકેટ ઝડપી છે.

Next Article