IND vs ENG: અશ્વિને ટેસ્ટ શ્રેણી દરમ્યાન સિધ્ધિ હાંસલ કરી કે, જે હરભજન અને કુંબલે પણ ના કરી શક્યા

|

Mar 07, 2021 | 12:00 PM

ભારતે ઘરઆંગણે કોરાના કાળ બાદ પ્રથમ વાર રમાયેલી ક્રિકેટ શ્રેણીની શાનદાર જીત સાથે શરુઆત કરી છે. ઇંગ્લેંડ (England)) ની ટીમ સામે ભારતે (Team India) ટેસ્ટ શ્રેણીમાં 3-1 થી જીત મેળવી છે. આ જીત પાછળ ભારતીય ટીમના અનેક ખેલાડીઓનુ યોગદાન રહ્યુ છે.

IND vs ENG: અશ્વિને ટેસ્ટ શ્રેણી દરમ્યાન સિધ્ધિ હાંસલ કરી કે, જે હરભજન અને કુંબલે પણ ના કરી શક્યા
Ashwin

Follow us on

ભારતે ઘરઆંગણે કોરાના કાળ બાદ પ્રથમ વાર રમાયેલી ક્રિકેટ શ્રેણીની શાનદાર જીત સાથે શરુઆત કરી છે. ઇંગ્લેંડ (England)) ની ટીમ સામે ભારતે (Team India) ટેસ્ટ શ્રેણીમાં 3-1 થી જીત મેળવી છે. આ જીત પાછળ ભારતીય ટીમના અનેક ખેલાડીઓનુ યોગદાન રહ્યુ છે. પરંતુ બોલીંગની બાબતમાં અશ્વિન (Ashwin) અને અક્ષર પટેલ (Akshar Patel) નુ પ્રદર્શન અને શાનદાર અને યાદગાર રહ્યુ છે. બંને એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાયેલી ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઇંગ્લેંડની ઇનીંગની તમામ 10 વિકેટો મેળવી હતી. એટલે કે બંને એ પાંચ પાંચ વિકેટના હિસ્સા થી ઇંગ્લેંડના ખેલાડીઓનો શિકાર કર્યો હતો. અશ્વિન એ એકવાર ફરી થી સાબિત કરી દીધુ છે કે, તેને વર્તમાન સમયગાળાનો શ્રેષ્ઠ ભારતીય સ્પિનર છે. ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણી તેની માટે ખાસ રહી હતી. કારણ કે અશ્વિનએ શ્રેણી દરમ્યાન એક એવો રેકોર્ડ બનાવી દીધો છે કે, તેના રહેલા હરભજન સિંહ (Harbhajan Singh) કે અનિલ કુંબલે (Anil Kumble) જેવા દિગ્ગજ ક્રિકેટરો પણ નથી બનાવી શક્યા.

અશ્વિન એ પૂરી શ્રેણી દરમ્યાન બોલ અને બેટ થી જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ અને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ તેણે જીત્યો હતો. ઇંગ્લેંડની સામે ચોથી ટેસ્ટ ની બીજી ઇનીંગમાં તેણે 22.5 ઓવરમાં 47 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. અશ્વિન એ પોતાના ટેસ્ટ કેરિયર દરમ્યાન 30 વખત એક જ ઇનીંગમાં 5 વિકેટ ઝડપવાનુ પરાક્રમ કર્યુ છે. જે અશ્વિને ચોથી ટેસ્ટની ઇંગ્લેંડની બીજી ઇનીંગમાં પણ કર્યુ હતુ. આ સાથે જ ઇંગ્લેંડ સામેની પુરી ટેસ્ટ શ્રેણી દરમ્યાન વિકેટ ઝડપવાનો આંક પણ 32 સુધી પહોંચાડી દીધો હતો. અશ્વિન એ પોતાના કેરિયરમાં બીજી વાર એક શ્રેણીમાં 30 કે થી વધારે વિકેટ ઝડપી છે. આમ કરનારો તે પ્રથમ ભારતીય બોલર બન્યો છે. જે રેકોર્ડ હરભજન સિંહ અને અનિલ કુંબલે જેવા દિગ્ગજ પણ નથી બનાવી શક્યા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અશ્વિન એ ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત દરમ્યાન ઇંગ્લીશ બેટ્સમેન ડેનિયલ લોરેન્સને ક્લીન બોલ્ડ કરીને ઇંગ્લેંડની ઇનીંગને સમેટી લીધી હતી. આ સાથે જ તેણે ઇનીંગમાં પોતાની પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધી પણ મેળવી હતી. ભારત આ સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં સ્થાન બનાવી લીધુ છે. આ ઉપરાંત અશ્વિનએ આ સિરીઝ દરમ્યાન પોતાની ટેસ્ટ કેરિયરની વિકેટોની સંખ્યા પણ 400 ને પાર કરી દીધી હતી. અશ્વિન હવે ટેસ્ટ ક્રિકેટમાં બારત તરફ થી સૌથી વધુ વિકેટ ઝડપવામાં ચોથા સ્થાન પર છે. તેની આગળ હરભજન સિંહ, કપિલ દેવ અને અનિલ કુંબલે છે. અશ્વિન આ ટેસ્ટ શ્રેણીમાં પોતાના હોમ ગ્રાઉન્ડ ચેન્નાઇમાં એક શાનદાર શતક પણ ઝડપ્યુ હતુ. આ તેના ટેસ્ટ કેરિયરનુ પાંચમું શતક હતુ.

Next Article