IND vs ENG: ચોથી ટેસ્ટ માટે ઓલરાઉન્ડર સેમ કરન ઇંગ્લેંડ સાથે નહી જોડાઇ શકે, T20 અને વન ડેમાં થશે સામેલ

|

Feb 19, 2021 | 11:06 AM

ઇંગ્લેંડના ઓલરાઉન્ડર સેમ કરન (Sam Curran) ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. હાલમાં કોવિડ-19 (Covid-19) ને લઇને સંબંધિત યાત્રાઓ પર અસર લઇને તે ટેસ્ટ શ્રેણીમાં સામેલ થઇ શકશે નહી. સેમ કરન હવે વન ડે અને ટી20 શ્રેણી માટે ઇંગ્લેંડની ટીમનો હિસ્સો બની શકશે. ઇંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ (England and Wales Cricket Board) બોર્ડ દ્રારા 18 જાન્યુઆરીએ આ અંગે જાણકારી આપી છે.

IND vs ENG: ચોથી ટેસ્ટ માટે ઓલરાઉન્ડર સેમ કરન ઇંગ્લેંડ સાથે નહી જોડાઇ શકે, T20 અને વન ડેમાં થશે સામેલ
રોટેશન પોલીસી મુજબ ભારત સામેની પ્રથમ બે ટેસ્ટ માંથી આરામ આપવામાં આવ્યો હતો.

Follow us on

IND vs ENG:  ઇંગ્લેંડના ઓલરાઉન્ડર સેમ કરન (Sam Curran) ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. હાલમાં કોવિડ-19 (Covid-19) ને લઇને સંબંધિત યાત્રાઓ પર અસર લઇને તે ટેસ્ટ શ્રેણીમાં સામેલ થઇ શકશે નહી. સેમ કરન હવે વન ડે અને ટી20 શ્રેણી માટે ઇંગ્લેંડની ટીમનો હિસ્સો બની શકશે. ઇંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ (England and Wales Cricket Board) બોર્ડ દ્રારા 18 જાન્યુઆરીએ આ અંગે જાણકારી આપી છે.

ઇંગ્લેંડ ટીમ પ્રબંધન એ એક નિવેદનમાં કહ્યુ હતુ કે, સેમ કરન 26 ફેબ્રુઆરીએ સિમીત ઓવરોની ટીમ કે અન્ય સદસ્યો સાથે ભારત આવનારી ચાર્ટર ફ્લાઇટમાં આવશે અને ઇંગ્લેંડની ટીમ સાથે જોડાશે. અગાઉની યોજના મુજબ ઓલરાઉન્ડર કરન એ માર્ચ માસ થી શરુ થનારી ચોથી ટેસ્ટ માટે તેણે અમદાવાદ પહોંચવાનુ હતુ. હાલમાં કોરોના મહામારી દરમ્યાન યાત્રા માટે સુરક્ષીત આયોજન ઘડવુ એ લોજીસ્ટિક્સ પડકાર હશે.

ત્રીજી ટેસ્ટ મેચ 24 ફેબ્રુઆરી થી અમદાવાદમાં શરુ થશે. જ્યારે ચોથી અને અંતિમ મેચ પણ અહી ચાર માર્ચ થી શરુ થનારી છે. ઇંગ્લેંડ અને ભારત વચ્ચે 12 માર્ચ થી અમદાવાદમાં જ ટી20 શ્રેણી રમાનારી છે. પાંચ મેચોની ટી20 સિરીઝ બાદ બંને ટીમો ત્રણ મેચની વન ડે શ્રેણીમાં પણ રમશે. સેમ કરન શ્રીલંકા પ્રવાસ પર ઇંગ્લેંડ માટે ટેસ્ટ શ્રેણીમાં રમ્યો હતો. જ્યાં તેમણે 2-0 થી જીત મેળવવા દરમ્યાન ત્રણ વિકેટ ઝડપી હતી. જોકે તેના બાદ તે ભારત આવવાને બદલે માર્ક વુડ અને જોની બેયરીસ્ટોની સાથે ઇંગ્લેંડ ચાલ્યો ગયો હતો. તેને રોટેશન પોલીસી મુજબ ભારત સામેની પ્રથમ બે ટેસ્ટ માંથી આરામ આપવામાં આવ્યો હતો.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

હવે બેયરીસ્ટો અને વુડ ભારત આવી ચુક્યા છે અને હાલમાં ક્વોરન્ટાઇન સમય પસાર કરીને અભ્યાસ કરી રહ્યા છે. તે ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ થશે. જે બંને લંડન થી બેંગ્લોર પહોંચ્યા હતા અને બેંગ્લોર થી બસ મારફતે ચેન્નાઇ આવ્યા હતા. ચેન્નાઇમાં કેટલાક દિવસ અલગ રહ્યા બાદ અને કોરોના પરિક્ષણમાં નેગેટીવ રહ્યા બાદ વુડ અને બેયરીસ્ટો બાકી ટીમ સાથે જોડાયા હતા. ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1 થી બરાબરી પર છે. પ્રથમ બંને ટેસ્ટ ચેન્નાઇમાં રમાઇ હતી.

Published On - 11:06 am, Fri, 19 February 21

Next Article