IND vs ENG: ઇંગ્લેંડમાં કાઉન્ટી ક્રિકેટ રમવામાં અક્ષર પટેલનુ પ્રદર્શન રહ્યુ છે દમદાર

|

Feb 13, 2021 | 1:15 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચની શરુઆત થઇ છે. બંને દેશ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાઇ રહી છે. ચેન્નાઇ (Chennai Test) માં રમાઇ રહેલી ટેસ્ટમાં અક્ષર પટેલ (Akshar Patel) ને સ્થાન મળ્યુ છે.

IND vs ENG: ઇંગ્લેંડમાં કાઉન્ટી ક્રિકેટ રમવામાં અક્ષર પટેલનુ પ્રદર્શન રહ્યુ છે દમદાર
અક્ષર પટેલ ઇંગ્લેંડ સામે રમવાનો સારો અનુભવ ધરાવે છે.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચની શરુઆત થઇ છે. બંને દેશ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાઇ રહી છે. ચેન્નાઇ (Chennai Test) માં રમાઇ રહેલી ટેસ્ટમાં અક્ષર પટેલ (Akshar Patel) ને સ્થાન મળ્યુ છે. આ અગાઉ પણ તેને મોકો મળ્યો હતો પરંતુ તે ડેબ્યુ કરવાથી ચુકી ગયો હતો. પરંતુ આખરે હવે તેને ટેસ્ટ કેપ મળી ચુકી છે. તે પ્રથમ મેચ દરમ્યાન ઇજાને લઇને ટેસ્ટ ડેબ્યુ કરવાનુ ચુકી ગયો હતો. પરંતુ અક્ષર પટેલની જો વાત કરવામા આવે તો તે કાઉન્ટી ક્રિકેટ (County Cricket) રમી ચુક્યો છે.

અક્ષર પટેલ ઇંગ્લેંડ સામે રમવાનો સારો અનુભવ ધરાવે છે, આ પણ એક તેના માટે મહત્વનુ પાસુ છે ટીમમાં તેના સ્થાનને લઇને ઇંગ્લીશ ક્રિકેટ કાઉન્ટીમાં રમવા દરમ્યાન તે ઇંગ્લીશ ખેલાડીઓ સામે શાનદાર દેખાવ કરી ચુક્યો છે. વર્ષ 2018 માં સપ્ટેમ્બરમાં ઇંગ્લેંડમાં કાઉન્ટી ક્રિકેટ દરમ્યાન રમતા જબરદસ્ત દેખાવ કર્યો હતો. અક્ષર પટેલએ એક મેચમાં સાત વિકેટ ઝડપી હતી. તેના પ્રદર્શનને લઇને ચર્ચાઓમાં પણ રહ્યો હતો. કાઉન્ટી ચેમ્પિયન ડિવીઝન 2 મેચમાં ડરહમની તરફ રમતા આ પ્રદર્શન કર્યુ હતુંં. વાર્વિકશાયર સામે એક પારીમાં 54 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. 27.4 ઓવર બોલીંગ અક્ષર પટેલએ કરી હતી. જેમાં એક ઓવર મેડન કરી હતી.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

અત્યાર સુધીમાં અક્ષર પટેલએ ભારત તરફથી 38 વન ડે અને 11 ટી20 મેચ રમી છે. તો વળી 39 ફસ્ટક્લાસ મેચોમાં 134 વિકેટ ઝડપી છે. સાથે જ તેણે 1665 રન બનાવ્યા છે. કાઉન્ટી ક્રિકેટ રમતા 54 રન આપીને 7 વિકેટ ઝડપવી એ તેનુ સર્વશ્રેષ્ઠ ફર્સ્ટ ક્લાસ બોલીંગ પ્રદર્શન રહ્યુ છે.

Next Article