IND vs ENG: ટેસ્ટ હારવા બાદ હવે વિરાટ કોહલી બોલ પર નારાજ, કહ્યુ નવો બોલ ખરાબ ગુણવત્તાનો !

|

Feb 10, 2021 | 11:11 AM

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) દરમ્યાન ઉપયોગમાં લેવાયેલ એસજી બોલ (SG Ball) પર નારાજગી દર્શાવી છે. આ પહેલા ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન (R Ashwin) એ પણ બોલ ને લઇને ફરીયાદ કરી હતી. મેચ ગુમાવવા બાદ વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, પ્રથમ ટેસ્ટમાં તે SG બોલની ગુણવત્તા થી સંતુષ્ટ નથી.

IND vs ENG: ટેસ્ટ હારવા બાદ હવે વિરાટ કોહલી બોલ પર નારાજ, કહ્યુ નવો બોલ ખરાબ ગુણવત્તાનો !
મેરઠની સાંસપારેલ્સ ગ્રીનલેન્ડ્સ (SG) એ આ સિરઝ માટે નવો બોલ બનાવ્યો હતો.

Follow us on

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) દરમ્યાન ઉપયોગમાં લેવાયેલ એસજી બોલ (SG Ball) પર નારાજગી દર્શાવી છે. આ પહેલા ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન (R Ashwin) એ પણ બોલ ને લઇને ફરીયાદ કરી હતી. મેચ ગુમાવવા બાદ વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, પ્રથમ ટેસ્ટમાં તે SG બોલની ગુણવત્તા થી સંતુષ્ટ નથી.

ભારતીય બોલર્સ ( Indian Bowlers) બોલની સ્થિતીને લઇને ખુશ નહોતા. તેને બદલવા માટેના તેમના અનુરોધને મેદાની અંપાયરો નિતિન મેનન અને અનિલ ચૌધરીએ નહોતુ માન્યુ. કોહલીએ કહ્યુ હતુ કે, SG ટેસ્ટ બોલમાં એ સ્તર નહોતુ જે પહેલા હતુ. બોલ 60 ઓવર બાદ પુરી રીતે ખરાબ થઇ ચુક્યો હતો, ટેસ્ટમાં એમ ના થવુ જોઇએ. કોઇ ટીમ તેની અપેક્ષા નથી કરતી. આ કોઇ બહાનુ નથી. ઇંગ્લેંડ (England) ની ટીમ સારુ રમી હતી અને જીતની હકદાર હતી.

મેરઠની સાંસપારેલ્સ ગ્રીનલેન્ડ્સ (SG) એ આ સિરઝ માટે નવો બોલ બનાવ્યો હતો. જે ઘેરા રંગનો છે અને જેના થી સીમ વધારે મળશે. પરંતુ બોલરોને તેની ગુણવત્તામાં કમી દેખાઇ છે. અશ્વિન એ 8 ફેબ્રુઆરીએ કહ્યુ હતુ કે, બોલ સુંદર છે પરંતુ અમારી માટે કંઇક અજીબ હતુ. મે ક્યારેય એસજી ના બોલને સીમ થી આટલી હદે ખરાબ થતી નથી જોઇ. કદાચ પહેલા બે દિવસ પિચ કઠણ હોવાને લઇને આમ થઇ શક્યુ હોય. પરંતુ બીજી ઇનીંગમાં 35-40 ઓવર બાદ આ જોઇ શકાયુ.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ચેન્નાઇ ટેસ્ટ દરમ્યાન આવી હાલત હતી બોલની.

અશ્વિને સાથે જ કહ્યુ હતુ કે, આશા છે કે, સિરીઝની બાકીની મેચોમાં તેમને એસજી બોલને લઇને જવાબ મળશે. ભારતીય સ્પિનર આ પહેલા વર્ષ 2018માં કહ્યુ હતુ કે, કુકાબુરા બોલ થી બોલીંગ કરવાની મજા આવે છે. ત્યાં કોહલીએ પણ કુકાબુરા બોલના વખાણ કર્યા હતા. તેણે કહ્યુ હતુ કે, જો બોલ કઠણ રહે છે ત્યારે, વધારે ઉછાળ મળે છે. પરંતુ 10-12 ઓવરમાં જ બોલ નરમ પડી જાય છે, ત્યારે તમારા પ્રયાસોમાં 20 ટકા કમી વર્તાય છે. માટે જ બોલની ગુણવત્તાને બનાવી રાખવાની જરુર છે. નહી તો ટેસ્ટ મેચમાં અનેક ઠંડા સેશન હશે.

Next Article